Comments

વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?

દિલ્હીનું રામલીલા મેદાન! હાલમાં તે ભારતનું સૌથી મોટું મેદાન ન હોઈ શકે, પરંતુ તે ઐતિહાસિકતાનું પ્રતીક છે. છેલ્લા સાત દાયકા દરમિયાન તે ઘણી ઐતિહાસિક રાજકીય/સામાજિક રેલીઓનું સ્થળ રહ્યું છે, જેણે સમયાંતરે ભવિષ્યના રાજકારણની દિશા નક્કી કરી છે અને ઘણી વાર સત્તા પરિવર્તન પણ લાવ્યું છે. શું રાહુલ ગાંધીએ 14 ડિસેમ્બર, 2025ના રોજ દિલ્હીના હૃદયમાં અને સત્તાના પ્રતીક ઐતિહાસિક લાલ કિલ્લાની નજીક યોજાયેલી કોંગ્રેસની ‘વોટચોર ગદ્દી છોડ’  રેલીનું નેતૃત્વ કર્યું હતું, તેને આ પૃષ્ઠભૂમિમાં જોવું જોઈએ? શું તેમાં દેશમાં ચાલી રહેલી રાજકીય ચર્ચા – હાલમાં નરેન્દ્ર મોદી-કેન્દ્રિત વ્યૂહરચના દ્વારા પ્રભુત્વ ધરાવે છે, જેનો ઉદ્દેશ કોંગ્રેસ અને તેના નેતાઓને વૈચારિક રૂપે ખતમ કરવાનો છે – અલગ દિશામાં લઈ જવાની ઝલક હતી?

શું આ તોફાની ઘટના દેશનું ધ્યાન વોટચોરી તરફ વાળવામાં એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ શકે છે, જેને કોંગ્રેસની આગેવાની હેઠળની વિપક્ષી શિબિરના સતત ચૂંટણી પરાજયનું એકમાત્ર કારણ બતાવવામાં આવી રહ્યું છે. હવે કોંગ્રેસ અહીંથી ક્યાં જશે? નિઃશંકપણે, કોંગ્રેસનાં સમર્થકો અને હરીફો બંનેને આશ્ચર્યચકિત કરતી આ રેલી ખૂબ જ સફળ રહી. તે ખૂબ જ સારી રીતે ગોઠવાયેલી હતી, સ્થળ ક્ષમતાથી ભરેલું હતું, મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી હતી અને ભાવનાત્મક ભાગીદારીના મજબૂત સંકેતો આપતી હતી અને સૌથી ઉપર, મંચ પરના નેતાઓ અને સહભાગીઓ વચ્ચે એક મજબૂત તાલમેળ સ્પષ્ટપણે સ્થાપિત થયો હતો, જે કોંગ્રેસમાં દુર્લભ છે. તે એ હકીકતમાં પ્રતિબિંબિત થાય છે કે ધક્કામુક્કી અને ભીડ હોવા છતાં ભાગ્યે જ કોઈ સ્થળ છોડીને જતું જોવા મળ્યું.

તાજેતરના દિવસોમાં એવું ક્યારેય થયું નથી કે, દેશના ખૂણે-ખૂણેથી કોંગ્રેસી કાર્યકરો રામલીલા મેદાનમાં એકઠા થયાં હોય અને તે પણ બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર પછી. એમાં કોઈ શંકા નથી કે એ.આઈ.સી.સી.માં બેઠેલાં કોંગ્રેસનાં નેતાઓએ વધુ સારી રીતે રણનીતિ બનાવી હતી અને જૂથબંધીગ્રસ્ત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નેતાઓ અને કાર્યકરોને એકત્રિત કરવાનું કામ ગંભીરતાથી કરવામાં આવ્યું હતું. આ પાછળનું એક મજબૂત પરિબળ એ હોઈ શકે છે કે, ગાંધી સંસદની અંદર અને બહાર ‘વોટચોર ગદ્દી છોડ’ આંદોલનના મુખ્ય સૂત્રધાર હતા.

આમ છતાં આ અભિયાનની ચૂંટણીલક્ષી અસરકારકતા પર શંકાઓ હજી પણ રહેલી છે, પરંતુ તે ચોક્કસપણે પુનર્જીવનનું સાધન બની શકે છે. આ રેલી – જેમાં મુખ્યત્વે પક્ષના નેતાઓ અને કાર્યકરો જ સામેલ હતા, જેમાં ભાગ્યે જ કોઈ આમ લોકોની હાજરી હતી – છતાં તેનો પ્રભાવ પડ્યો. તેણે ખરેખર તેમને ઉત્સાહિત કરીને, તેમનાં સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાછા જવા અને જનતા સાથે લાંબા સમયથી ખોવાયેલા સંબંધ સ્થાપિત કરવા માટે માર્ગ મોકળો કર્યો.

અહીંથી આગળ વધવાનો માર્ગ હજી પણ ખૂબ મુશ્કેલ છે. બે બાબતોમાં તે વધુ મુશ્કેલ છે – 1. એ.આઈ.સી.સી.થી પી.સી.સી. સુધી એક કમજોર સંગઠનાત્મક માળખું, જેને મજબૂત કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. 2. ભાજપમાં એક પ્રબળ પ્રતિસ્પર્ધી, જે હંમેશાં ચૂંટણી યુદ્ધ માટે તૈયાર રહે છે અને ખુદને ફરીથી શોધવાના પ્રયાસમાં અવિરત રહે છે. આ બે પરિસ્થિતિઓ વચ્ચે સંપૂર્ણ મેળ ખાતો નથી, જેના કારણે ભાજપનો સતત ઉદય થયો છે અને કોંગ્રેસનું પતન થયું છે.

રામલીલા મેદાનથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકતાનો સંદેશ કેવી રીતે આગળ ધપાવવો? શું ફક્ત પી.સી.સી. મુખ્યાલયમાં વિરોધ પ્રદર્શનો અને પરંપરાગત પ્રેસ-કોન્ફરન્સ યોજવાથી આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ મળશે? હાલની પરિસ્થિતિઓ અને જે અંધકારમય ભવિષ્યનો સામનો કરવો પડી રહ્યો છે, તેને ધ્યાને લઈને કોંગ્રેસ પાસે વધુ વિલંબ કર્યા વિના પડકાર સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી. ટોચના નેતૃત્વએ સુસ્તી છોડી દેવી પડશે, પોતાની પ્રાથમિકતાની યાદી બનાવવી પડશે અને ઝડપથી કાર્ય કરવું પડશે.

આનો અર્થ એ નથી કે કોઈ પક્ષના કાર્યક્રમો અને વિરોધ પ્રદર્શનો યોજવાં ન જોઈએ, પરંતુ પક્ષના સંચાલકોએ સંગઠનાત્મક નેટવર્કમાં ફેરફાર કરવાની જરૂરિયાતને ભૂલવી ન જોઈએ. ‘રામ લીલા મેદાન’ શો દ્વારા ઉત્પન્ન થયેલી સદ્ભાવનાનો લાભ ફક્ત ત્યારે જ લઈ શકાય છે જ્યારે જમીની સ્તરે સંદેશ આગળ વધારવા માટે એક મજબૂત સંગઠન હોય. કમનસીબે, ઘણાં રાજ્યોમાં આવું બન્યું નથી અને તેનાથી પણ વધુ દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે, એ.આઈ.સી.સી. નેતૃત્વએ જાણીજોઈને આ પરિસ્થિતિને બગડવા દીધી, ફક્ત એટલા માટે કે કોઈ પણ સ્તરે કોઈ જવાબદારી નથી. 14 ડિસેમ્બરની રેલીના આયોજનમાં એક ખાસ વાત જે સામે આવી તે હતી ઉપરથી નીચે સુધી સંદેશાવ્યવહારનો સ્પષ્ટ માર્ગ.’

પી.સી.સી. વડાઓને કહેવામાં આવ્યું કે, એકજૂટ થાઓ અને રેલીમાં દરેકની હાજરી સુનિશ્ચિત કરો, જેનો સારો પ્રભાવ પડ્યો. ભૂતકાળમાં જોવા મળ્યું છે તેમ, મોટા ભાગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એ.આઈ.સી.સી. પ્રભારીઓ કાં તો રસ દાખવતા નથી અથવા તો લાપરવાહ હોય છે અથવા પી.સી.સી. પ્રમુખો અને તેમના સાથીઓના સંપૂર્ણ પ્રભાવ હેઠળ કાર્ય કરે છે અને સામાન્ય કાર્યકરોના મોટા વર્ગને અવગણે છે. આનાથી જૂથવાદ વધુ ભડકે છે અને આ આગને ઓલવવાના કોઈ પ્રયાસ થતા નથી અને મોટા ભાગે, જેમ ગાંધીએ ગુજરાતના તેમના તાજેતરના પ્રવાસ દરમિયાન ખુદ કહ્યું હતું, આનાથી એ આરોપ લાગે છે કે, પી.સી.સી.માં ભાજપના સ્લીપર સેલ સક્રિય છે.

કાર્યવાહી ટોચ પરથી શરૂ થવી જોઈએ અને ગાંધી ન ફક્ત નિર્ણાયક કાર્યવાહી કરતા દેખાવા જોઈએ, પરંતુ જ્યાં પણ જરૂર હોય ત્યાં સખત કાર્યવાહી કરવી જોઈએ. છ મહિના પહેલાં ગુજરાતમાં ભાજપના સ્લીપર સેલ વિશે જાહેરમાં નિવેદન આપવા છતાં, આ રોગ ઘણાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલો છે અને કેટલાંક કોને બહારનો દરવાજો બતાવવો પડશે, પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સીમા રેખા એ છે કે શબ્દો સાથે કડક અને સુસંગત કાર્યવાહી પણ થવી જોઈએ. કોંગ્રેસની સમસ્યાનું મૂળ એ છે કે તે આમ કરવામાં નિષ્ફળ ગઈ છે અને તેના દ્વારા સ્થાપિત હિતોને પ્રોત્સાહન મળ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top