નવી દિલ્હી: ફિફા વર્લ્ડ કપ 2022 (FIFAWorldCup2022) ની ફાઇનલ (Final) પહેલા એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે. આર્જેન્ટિના ટીમના કેપ્ટન લિયોનેલ મેસી અનફિટ હોવાના અહેવાલો મળ્યા હતા. જેના કારણે ચાહકો ચિંતામાં મુકાઈ ગયા હતા. જો કે બાદમાં તેઓ સારા હોવાનું જાણવા મળ્યું છે. ફિફા વર્લ્ડ કપ મેચની ફાઈનલ રવિવારે (18 ડિસેમ્બર) રાત્રે 8.30 વાગ્યે રમાશે. આ શાનદાર મેચમાં આર્જેન્ટિના અને ફ્રાન્સ આમને-સામને હશે, જ્યાં બધાની નજર આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસી પર રહેશે.
મેસ્સી અનફિટ હોવાના સમાચાર આવતા જ ચાહકો ચિંતામાં મુકાયા
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે લિયોનેલ મેસી ફાઈનલ મેચ પહેલા ફિટ નથી. લિયોનેલ મેસીએ વર્લ્ડ કપ ફાઈનલ પહેલા ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો ન હતો. આવું એટલા માટે થયું કારણ કે તેના હેમસ્ટ્રિંગમાં સ્ટ્રેચ હતો અને તેના કારણે લિયોનેલ મેસીને તફલીફ પડી રહી છે. ક્રોએશિયા સામેની સેમિફાઇનલ મેચમાં લિયોનેલ મેસીને કેટલીક સમસ્યાઓ આવી હતી, પરંતુ ત્યારબાદ મેસીએ જણાવ્યું હતું કે, હાલમાં તેઓને સારું છે. અને તેઓ દરેક રીતે તૈયાર છે. વર્લ્ડ કપમાં મારી તરફથી ટીમને મદદ કરવાનો પ્રયાસ કરીશ. નોંધનીય છે કે, મેસી અનફિટ હોવાના સમાચાર આવતા જ ચાહકોમાં ચિંતામાં મુકાઈ ગયા હતા.
મેસી પાસે ઈતિહાસ રચવાની તક
વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલરોમાંના એક ગણાતા લિયોનેલ મેસી પાસે પોતાની ટીમને ચેમ્પિયન બનાવવાની તક છે. લિયોનેલ મેસીનો આ છેલ્લો વર્લ્ડ કપ છે અને ફાઈનલ પણ આર્જેન્ટિના માટે તેઓની છેલ્લી મેચ હોઈ શકે છે. આર્જેન્ટિના છઠ્ઠી વખત ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે, તેણે અત્યાર સુધીમાં બે વખત વર્લ્ડ કપ જીત્યો છે. આર્જેન્ટિના વર્ષ 1978, 1986માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું અને ત્યારથી તે ટ્રોફીની રાહ જોઈ રહ્યું છે. જો આપણે ફ્રાન્સ વિશે વાત કરીએ, તો તેણે પણ બે વખત વર્લ્ડ કપ જીત્યો છે. વર્ષ 1998, 2018માં ટ્રોફી જીતી હતી. એટલે કે બંને ટીમો પોત પોતાના ત્રીજા ટાઈટલ માટે લડી રહ્યા છે. લિયોનેલ મેસીની વર્લ્ડ કપમાં આ ગેમની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં 5 ગોલ કર્યા છે, આર્જેન્ટિનાએ આ વર્લ્ડ કપમાં કુલ 12 ગોલ કર્યા છે. આ સિવાય લિયોનેલ મેસીએ 3 ગોલ અસિસ્ટ પણ કર્યા છે. આવી સ્થિતિમાં કેપ્ટન લિયોનેલ મેસી પોતાની ટીમને ફ્રન્ટ ફૂટથી લીડ કરી રહ્યા છે, એટલા માટે ફાઇનલમાં બધાની નજર તેના પર રહેશે.