આજકાલ સુરત શહેરનો વિકાસ ચારે તરફ થઈ રહ્યો છે. મૂળ સુરતીઓ પણ અચંબિત થઈ રહ્યા છે. આજે હાઈરાઇઝ બિલ્ડીંગો બંધાય છે, તે N.A. થયેલી જમીન પર બંધાતા હોય છે. શું ખરેખર એ જમીનો ખેતી લાયક નથી? આ બિલ્ડીંગોમાં રહેવાવાળાઓને ખાવા માટે અનાજ તો જોઈશે ને? આમ જોવા જઈએ તો બાંધકામને લીધે ઘણાને રોજીરોટી મળે છે. બાંધકામ કરનારા મજુરોથી માંડીને કડિયા-સુથાર-વોચમેન સર્વન્ટ બધાને કામ મળી રહે છે. કુદકે ને ભૂસકે વધતી વસ્તી અને નાના પ્રોજેક્ટોને લીધે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવે છે આથી ખેતીની જમીન ઓછી થતી જાય છે. તો અનાજ કેટલું ઉગશે અને કેટલુ મોંઘુ થતું જશે? આજકાલનો પૈસાદાર વધારે ને વધારે અમીર થતા જાય છે, અને ગરીબીની રેખાની નીચેનાને વિવિધ યોજનાઓને લીધે લાભ મળે છે પરંતુ મરો તો મધ્યમવર્ગનો જ છે.
સુરત – પલ્લવી ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
વેકેશનનો સદુપયોગ
સ્કૂલો-કોલેજોમાં વાર્ષિક પરીક્ષાનો માહોલ ટૂંક સમયમાં સમાપ્ત થઇ જશે અને વેકેશનનો પ્રારંભ નજીકમાં હશે. વાલીઓને પોતાના બાળકોને વેકેશનમાં કઇ રીતે અર્થપૂર્ણ સમયમાં બિઝી રાખવાએ પ્રશ્ન હશે આ અંગે બાળકો મોબાઈલ મેનીઆથી દૂર રહી તેઓને કઇ પ્રવૃત્તિઓ દ્વારા બિઝી રાખવા તે અંગે થોડા નમ્ર સૂચનો. બાળકોને ઇત્તરપ્રવૃત્તિમાં તેમની રસરૂચિ પ્રમાણે જેવી કે ચિત્રકામ વર્ગ, સંગીત, ક્રિકેટ એકેડમી કે ક્રેએટીવ એકટીવીટીસમાં એન્ગેજ રાખો. જો કદાચ રહેઠાણ બહાર ઉપર્યુકત પ્રવૃત્તિઓ ન થઇ શકે તો. 14 કલાક ગેમ્સ, કેરેમ, ચેસ, સંગીત-ચિત્રકામ, રહેઠાણનાં કોમ્પ્લેક્ષમાં એરેન્જ કરી શકાય તો. માતાપિતા કે વાલીઓને બાળકોને લેવા મૂકવાનો પ્રશ્ન ન રહે. અઠવાડિયામાં એક દિવસ, એક કલાક માટે પણ ફેમીલી મીટીંગ ગોઠવો, બાળકો સાથે ગેમ્સ–ગીતો, જોકસ, એન્જોય કરાવી, ફેમેલી ટાઈ મજબૂત બનાવવા પ્રયત્નશીલ રહો. તેમને તમારો ક્વોલિટી ટાઈમ આપો. જો નાણાંકીય પ્લાનિંગ હોય તો, ટૂંકો પ્રવાસ આયોજન કરો.
સુરત – દીપક દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
