ભારતમાં લોકશાહી જીવંત રાખવા માટે બધા નાગરિકો પોત પોતાના વિચારો અને પાર્ટીના નેતાઓ અલગ અલગ વાત વિચાર રજૂ કરતા હોય છે અને ખરેખર અનીતિ સામે લડવું જ હોય તો જે નબળા વર્ગને અને મહિલાઓને તેવાને અગ્રીમ હરોળમાં મૂકવા જોઈએ. પરંતુ આપણા નેતાઓ પોતાના પરિવારને આગળ લાવવા માટે જ રાજકીય લાભ આપવા માટે પ્રયત્ન કરતા હોય છે. મતદાનનું પરિણામ આવ્યા પછી ફરી ખોટા એકબીજાને આક્ષેપો કરતા હોય છે. ખરેખર મીડિયામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલતા હોય તે સર્વ નાગરિકોએ ધીરજ ધરીને કોને આગળ લાવવું તેનું મનોમંથન કરવું જોઈએ નહીં કે પરિવાર માટે લડવું જોઈએ.
ભારતની આઝાદીના 80 વર્ષ થવાના હોય તેવા સમયે પણ પરિવારથી આગળ આવીને સ્વતંત્રતાની ઝાંખી કશું કંઈ કરતું ન હોય તેવા બાબુઓને ઓળખીને જનતાએ જાકારો આપવો જોઈએ. દર ચૂંટણી સમયે મહિલાઓને નાની મોટી મદદ આપીને ભોળી મહિલાઓ ખોટા ભ્રષ્ટાચારને નાથવામાં નિષ્ફળ નીકળે છે. બિહારમાં મહિલાઓને દસ હજાર આપીને સરકાર પોતાની તરફેણનું મતદાન કરવામાં સફળ થઈ છે. જો ચૂંટણી સમયે આમ કાયમ માટે ચાલતું રહ્યું તો ખોટા લોકો જ રાજ ભોગવીને દેશને લૂંટતા રહેશે. આ લોકશાહીની વ્યાખ્યામાં આ સદંતર અયોગ્ય છે. છતાં પણ ચુંટણી પંચ તેનો વિરોધ કરતું નથી. જે ભારતની છબીને લાંછન લગાડે છે.
તાપી – ચૌધરી હરેશ કુમાર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.