એક ટર્મના ગેપ પછી અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટાઇ આવ્યા છે અને આ વખતે મોટી બહુમતિથી ચૂંટાયા છે. અને જેના વિશે આગાહી નહીં કરી શકાય તેવી વ્યક્તિ તરીકે જાણીતા ટ્રમ્પ હવે કેવા પગલાઓ ભરે તે અંગે જાત જાતની અટકળો થઇ રહી છે. ટ્રમ્પ કોઇ મોટી ઉઠાપટક કરે તેવો ભય પણ વ્યક્ત થઇ રહ્યો છે. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં મજબૂત વિજય પછી ડોનાલ્ડ ટ્રમ્પ હવે આ જંગી જનાદેશનો ઉપયોગ પોતાના એજન્ડાને લાગુ પાડવા માટે કરી શકે છે. ઘરઆંગણે અને વિદેશોમાં – બંને સ્થળોએ પોતાનો એજન્ડા લાગુ પાડવા તેઓ કાર્ય કરી શકે છે. ટ્રમ્પની પહેલી ટર્મમાં જે અવરોધો હતા – જેમ કે સેનેટમાં ડેમોક્રેટોની વધુ સંખ્યા, રિપબ્લિકન પાર્ટીની અંદર પણ વિરોધ જેવા અવરોધો હવે ક્યાં તો ભૂંસાઇ ગયા છે અથવા તો નબળા પડી ગયા છે.
દેશની જાહેર સેવા પણ હવે ટ્રમ્પની ઇચ્છા અનુસાર વર્તવા માંડે તેમ જણાય છે આવા સંજોગોમાં ટ્રમ્પ માટે કામગીરી પહેલી ટર્મ કરતા વધુ સરળ રહેશે તેવા સંકેતો છે. વિશ્વસ્તરે ટ્રમ્પ હવે અમેરિકા ફર્સ્ટનો પોતાનો માનીતો સિદ્ધાંત થોડી બાંધછોડ સાથે લાગુ પાડી શકે છે. ટ્રમ્પ એક અદકપાંસળી વ્યક્તિ છે. વિદેશ નીતિની બાબતમાં ટ્રમ્પ કોઇ મોટા ફેરફારો કરે તેવી અટકળો સેવાઇ રહી છે. તેઓ નાટો સંગઠનથી ફૂંગરાયેલા રહે છે અને ટ્રમ્પ અમેરિકાને ક્યાં તો નાટોમાંથી સંપૂર્ણપણે પાછું ખેંચી લે અથવા આ સંગઠનને અમેરિકાની સુરક્ષા સહાય એટલી શરતી બનાવી નાખે કે યુરોપ તેમની મરજી મુજબ નાચતું થઇ જાય. રશિયાના પુટિન સાથે ટ્રમ્પ કંઇક સોદાબાજી કરીને યુદ્ધ વિરામ માટે પ્રયાસ કરી શકે છે તો ચીન સાથે તેઓ સંઘર્ષની નીતિ ચાલુ જ રાખી શકે છે.
આ વખતે અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ જંગી બહુમતિ સાથે ચૂંટાઇ આવ્યા છે અને તેમનો આ વિજય અનેક રીતે નોંધપાત્ર છે. એક ટર્મ માટે પ્રમુખપદે રહ્યા પછી તેઓ બીજી ટર્મ માટે હારી ગયા હતા અને જોસેફ બાઇડન પ્રમુખ બન્યા પણ તે પછીની ચૂ઼ંટણીમાં ટ્રમ્પ ફરી વિજયી બન્યા છે અને આ વખતે જંગી બહુમતિથી જીત્યા છે. જાન્યુઆરી ૨૦૨૫માં ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પાછા ફરશે, જે સાથે જ અમેરિકામાં રિપબ્લિકનોની બહુમતિ વાળી સંસદ હશે, જેનો વ્યાકપ ભય અમેરિકાના આંતરરાષ્ટ્રીય સાથીઓમાં હતો તે ભય સાચો પડ્યો છે અને હવે ટ્રમ્પ શું કરે છે તેની રાહ જોવાની રહે છે. યુક્રેનના યુદ્ધ અંગે ટ્રમ્પ યુક્રેન અને રશિયા બંનેને યુદ્ધ વિરામ માટે દબાણ કરી શકે છે. આના કારણે કદાચ કાયમી સમાધાન થઇ શકે પરંતુ રશિયાએ ે પ્રદેશો મેળવ્યા છે તે રશિયા પાસે જ રહે તેવી આમાં વાત હોઇ શકે છે જેમાં ૨૦૧૪માં રશિયાએ પોતાના હસ્તક કરેલા ક્રિમિયાઅને ફેબ્રુઆરી ૨૦૨૨થી શરૂ કરેલા આક્રમણમાં કબજે કરેલા પ્રદેશોનો સમાવેશ થાય છે.
એવી પણ શક્યતા છે કે ટ્રમ્પ રશિયન પ્રમુખ પુટિનની એ માગણી કબૂલ કરી શકે કે યુક્રેનને નાટોમાં પ્રવેશ મેળવતું અટકાવવામાં આવે. આમ પણ નાટો તરફથી ટ્રમ્પની ચીડ જાણીતી છે અને તેઓ યુરોપિયન દેશો પર દબાણ કરી શકે છે કે જો તેઓ યુક્રેનને નાટોમાં પ્રવેશતું અટકાવવા તૈયાર નહીં થાય તો અમેરિકા નાટોમાંથી નિકળી જશે. મધ્ય-પૂર્વની વાત આવે તો ટ્રમ્પ ઇઝરાયેલ અને સાઉદી અરેબિયાના મજબૂત ટેકેદાર રહ્યા છે અને હવે તેઓ આમાં બમણુ જોર લગાવી શકે છે. તેઓ ઇરાન સાથે વધુ સખત અભિગમ અપનાવી શકે છે.
યુક્રેન અને મધ્ય પૂર્વ અંગે ટ્રમ્પના આવ્યા પછી અમેરિકાનો અભિગમ બદલાઇ શકે છે પણ ચીનની બાબતમાં તે યથાવત રહેવાની શકયતા છે. પહેલી ટર્મ વખતે ટ્રમ્પે ચીન અંગે જે નીતિઓ અપનાવી હતી તેમાંની ઘણી બાઇડને પણ ચાલુ રાખી હતી અને હવે આ જ નીતિઓમાં ટ્રમ્પ બમણુ જોર લગાવી શકે છે. ચીનથી આવતા માલ પરની ડ્યુટી ટ્રમ્પ ઓર વધારી શકે છે. ઉત્તર કોરિયાની બાબતમાં શું થાય છે તે ત્યાંની સરકારના વર્તનને કારણે આગાહી કરી શકાય તેમ નથી. એશિયામાંના ભારત અને ઇન્ડોનેશિયા જેવા કેટલાક દેશો ટ્રમ્પના આવ્યા પછી ચીન સાથેના સંબંધો સુધારવા પ્રયાસ કરે તે શક્ય છે. આમ હવે ટ્રમ્પના જીત્યા બાદ વૈશ્વિક સ્તરે ઘણા સમીકરણો બદલાઇ શકે છે.