જે દેશની નિકાસ કરતાં આયાત વધુ હોય તે દેશની કરન્સી સતત તૂટતી રહે છે. અગાઉ કરન્સી તૂટતી હતી ત્યારે કોંગ્રેસના વડા પ્રધાન મનમોહનસિંહની સરકાર હતી અને ત્યારે એવું કહેતા હતા કે વડા પ્રધાનની ઉંમરની સાથે ડોલરના ભાવ વધતા જાય છે.હાલ હવે ₹90 પ્લસ ડોલરનો ભાવ થયો છે તો હવે આપણે કોની ઉંમર સાથે ડોલરના વધતા ભાવોની સરખામણી કરીશું? હાલમાં અમેરિકા પછી મેક્સિકોએ પણ ભારત પર 50 ટકા ટેરીફ નાખવાની ઘોષણા કરી છે તેનાથી ખાસ કરીને નિકાસ થતાં કપડાં પર ખૂબ જ માઠી અસર થશે.
અમેરિકાએ ટેરીફ નાખતાં ભારતના ટેક્સટાઇલ સહિત અન્ય ઉદ્યોગને અસર થઈ છે અને તેમાં જો મેક્સિકો પણ 01 01 2026 થી ટેરીફનો અમલ કરશે તો તેનાથી કાપડ સહિત ઘણી પ્રોડક્ટ પર તેની અસર પડશે. કાપડ ઉદ્યોગમાં હાલમાં મંદીનો માહોલ છે. કાપડનું આપણું ઉત્પાદન હાઈ ટેક મશીન હોવાથી હવે આપણા દેશની 140 કરોડની વસ્તીના વપરાશ પછી પણ અનેકગણું વધે છે. તે કાપડ જો વૈશ્વિક દેશોમાં નિકાસ કરવામાં નહીં આવે તો આપણો કાપડ ઉદ્યોગ ખૂબ જ તકલીફમાં આવી શકે છે. આવા સમયે ભારતે વિશ્વના અન્ય દેશોમાં પણ નજર દોડાવી નિકાસ થઈ શકે તેવી કાર્યવાહી કરવી જોઈએ. આપણી નિકાસ વધે તો જ આપણો ધંધો વધશે અને આપના રૂપિયાની વેલ્યુ પણ તો જ વધશે.
સુરત – વિજય તુઈવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.