National

હાઇકોર્ટે મુંબઈ બ્લાસ્ટના 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરતા CM ફડણવીસે કહ્યું- સુપ્રીમ કોર્ટમાં પડકારીશું

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે બોમ્બે હાઇકોર્ટના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું જેમાં 2006ના મુંબઈ લોકલ ટ્રેન વિસ્ફોટના 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ફડણવીસે કહ્યું કે હાઇકોર્ટનો નિર્ણય આઘાતજનક છે. તેમણે કહ્યું કે અમે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું.

હાઇકોર્ટના બે ન્યાયાધીશોની બેન્ચે આજે ફરિયાદ પક્ષને ઠપકો આપ્યો હતો અને જુબાનીથી લઈને ઓળખ પરેડ સુધીની પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ સાથે કોર્ટે દરેક આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા અને 25,000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

2006ના મુંબઈ ટ્રેન વિસ્ફોટમાં 187 લોકો મૃત્યુ પામ્યા હતા. 800 થી વધુ લોકો ઘાયલ થયા હતા. હવે બોમ્બે હાઇકોર્ટના નિર્ણય પછી આ વિસ્ફોટો માટે કોઈ જવાબદાર નથી. નીચલી કોર્ટે 12 આરોપીઓમાંથી પાંચને મૃત્યુદંડ અને સાતને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં એક વ્યક્તિને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

આ ઘટના વિશે પાછળથી બહાર આવેલી વિગતવાર માહિતી અનુસાર ૧૧ જુલાઈ 2006ના રોજ સાંજે ૬.૨૪ વાગ્યે જ્યારે લોકો મુંબઈ લોકલમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સાત જગ્યાએ થયેલા વિસ્ફોટોએ સમગ્ર વ્યવસ્થાને હચમચાવી નાખી હતી. તપાસકર્તાઓને પાછળથી જાણવા મળ્યું કે ઉચ્ચ ક્ષમતાવાળા RDX અને એમોનિયમ નાઈટ્રેટ પ્રેશર કુકરમાં ભરીને ટ્રેનમાં લઈ જવામાં આવ્યા હતા. આ બોમ્બમાં ટાઈમર લગાવવામાં આવ્યા હતા. આ વિસ્ફોટો મુંબઈની અલગ અલગ રેલ્વે લાઈનો પર ૬.૩૫ વાગ્યા સુધી થયા હતા એટલે કે સમગ્ર મુંબઈ ૧૧ મિનિટ સુધી હચમચી ગયું હતું.

Most Popular

To Top