Entertainment

શું ખરાબ સ્ક્રીનપ્લે ભાઇજાનની ‘ટાઈગર 3’ને ડુબાવશે?

મુંબઇ: ભાઇજાનની ‘ટાઈગર 3’ (Tiger-3) દિવાળીના (Diwali) દીવસે રવિવારે રિલીઝ થઇ છે. જેના પ્રથમ શોમાં (First Show) જ ઘસારો જોવા મળ્યો હતો. જેને જોઇને કહી શકાય છે કે હવે દર્શકોનો OTT પ્રત્યેનો પ્રેમ (Love) હવે સિનેમાને પણ મળશે. તેમજ જો દર્શકોને સારી સ્ટોરી, ડાયલોગ્સ, મ્યુઝિક અને સારુ સસ્પેન્સ મળે તો બોલિવૂડ ફરી જગમગતું થઇ જાય. પરંતુ ભાઇજાનની આ ફિલ્મ અંગે મિક્સ રિવ્યુ મળી રહ્યા છે.

આદિત્ય ચોપરાની આ ફિલ્મમાં તેઓએ ખુબ સારી રીતે સલમાન અને કેટરીનાના રોલને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. તેમજ સ્ક્રીન પ્લેની વાત કરીયે તો એ ખુબ નબળુ દેખાઇ રહ્યુ છે. યશ રાજ ફિલ્મ્સની સ્પાય ફિલ્મોની ખાસિયત એ છે કે તે દર્શકોને વિચારવાનો મોકો નથી આપતી. સ્ક્રીન પર દરેક ક્ષણે કંઈક ને કંઈક ઝડપથી બનતું રહે છે અને ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીમાં પ્રેક્ષકોને એ વિચારવાનો મોકો નથી મળતો કે ક્યાં કંઈ ખોટું થયું. પરંતુ આ ફિલ્મના ડાયલોગ્સ દર્શકો માટે કંઇ ખાસ અસરકારક નથી લાગી રહ્યા.

યશ રાજ ફિલ્મ્સ માટે ‘ટાઈગર 3’ મસાલા ફિલ્મોની સૌથી હિટ ફ્રેન્ચાઈઝી બની છે. આ ફિલ્મ 156 મિનિટ મિનિટની છે. પરંતુ તેમનો ઇન્ટરવેલ પહેલાનો ભાગ ખૂબ નબળો જણાઇ રહ્યો હતો. પરંતુ અહેેવાલો મુજબબ સલમાન ખાનની આ ફિલ્મની કમાણી ટાઇગર સિરીઝની અગાઉની બે ફિલ્મો કરતાં વધુ સારી હોવાની શક્યતા છે.

ફિલ્મમાં શું ખરાબ છે? અને શું સારૂ છે.
આપણે બધાએ સલમાન ખાનના પાત્ર ટાઈગરને સ્વેગમાં જોયો છે. પરંતુ ‘ટાઈગર 3’માં ટાઈગર સ્વેગ સાથે ઓછો અને થાકેલો વધુ દેખાઇ રહ્યો છે. ઝોયા જરૂર કરતાં વધુ લાચાર દેખાઇ રહી છે અને આતિશ જરૂર કરતાં વધુ ખરાબ છે. અભિનયની વાત કરીએ તો ત્રણેય કલાકારોએ પોત-પોતાના પાત્રો સારી રીતે ભજવ્યા છે. પરંતુ તેઓ તમારા પર કોઈ છાપ છોડી શકતા નથી.

આ ફિલ્મમાં કુમુદ મિશ્રા, ગાવી ચહલ, અનંત વિધાત, રેવતી, રિદ્ધિ ડોગરા, વિશાલ જેઠવા જેવા કલાકારો પણ છે. સપોર્ટિંગ કાસ્ટમાં દરેક વ્યક્તિ સારી છે પરંતુ કોઈ એક્ટરના પાત્ર એટલું સારું દર્શાવવામાં આવ્યું નથી કે તમે તેની સાથે ભાવનાત્મક રીતે જોડાઈ શકો. ફિલ્મમાં શું થઈ રહ્યું છે અને શા માટે થઈ રહ્યું છે તે અંગેના પ્રશ્નો તમારા મનમાં વારંવાર આવી શકે છે. ફિલ્મના ઘણા સીન એકદમ બચકાના છે. દિગ્દર્શક મનીષ શર્માએ સ્ટોરી અને સ્ટારકાસ્ટને સારી લીધી છે પરંતુ તેઓ સ્ક્રીન પ્લે સંભાળી શક્યા નહીં.

Most Popular

To Top