આણંદ : મહિસાગર જિલ્લામાં ભુંડ અને નીલગાય સહિતના જંગલી પ્રાણીઓની રંજાડ વધી જતાં ખેડૂતો પરેશાન થઇ ગયાં છે. આ પ્રાણીઓ ખેડૂતની નજર સામે જ જોતજોતામાં ઉભા પાકને સફાચટ કરી નાંખે છે અથવા નુકશાન કરે છે. આથી, ખેડૂતોએ જુગાર કરતાં હાલ વાડ ફરત સાડીઓ બાંધી છે. પરંતુ તે લાંબો સમય કારગત રહેતી નથી. આથી, રાતભર જાગવું પડે છે. મહીસાગર જીલ્લાના ખેડુતોએ પાકના રક્ષણ માટે ખેતર ફરતે સાડીઓથી વાડ કરવી પડી રહી છે. ખેડુતોના પાકને વન્ય પ્રાણીઓથી બચાવવા આ જુગાડ કરવો પડ્યો છે. છેલ્લા કેટલાક સમયથી જંગલી ભુંડ તેમજ નિલગાયો ખેતરમા રંજાડ વધી ગયો છે. આથી, ખેતરના ગોળ ગોળ ફરતે સાડીઓની વાડ કરી અને પાકને રક્ષણ આપે છે. મહીસાગર જિલ્લામાં ભુડના ત્રાસથી ખેડૂતો ભારે પરેશાન બન્યા છે. રાત્રી સમયે ભુંડ ખેડૂતો પર હુમલો પણ કરતા હોવાથી ડર પણ સતાવી રહ્યો છે.
ખેતરમાં એક સાથે અનેક ભૂંડ આવીને ખેતરમાં મોટા મોટા ખાડા કરીને પાકને ભારે નુકશાન કરે છે. ખેડૂતો આ બાબતે યોગ્ય નિરાકરણની આશા સરકાર પાસે રાખી રહ્યા છે. આ ભૂંડએ રાત્રી દરમિયાન ખેતરમાં પગ પસેરો કરે છે અને ખેતરમાં મોસ મોટા ખાડા પાડી દે છે અને જે પાકનું વાવેતર કર્યું હોય તે પાક ઉખાડીને બહાર કાઢી દે છે. જેથી પાક બરબાદ થાય છે. ભૂંડ ખાસ કરીને ટોળામાં આવતા હોય છે, જેથી એકાદ ખેડૂત તેમનો સામનો પણ કરી શકતો નથી. જો ખેડૂત રાત્રી દરમિયાન તેમને ભગાડવાનો પ્રયત્ન કરે તો ખેડૂતને ઘાયલ કરી દે છે. જેથી ખેડૂતો રાત્રી દરમ્યાન એકલા ખેતરમાં જતા પણ ડર અનુભવે છે. બીજી બાજુ ખેડૂતોએ રવિ પાકમાં ઘઉં, ચણા, મકાઈ, રાયડા જેવા પાકોનું વાવેતર કર્યું હતું અને એમને આશા હતી કે આ પાકથી જે ઉત્પાદન થશે તેનાથી ખેડૂત પોતાનું ગુજરાન ચલાવી શકશે. પરંતુ આ આશાઓ પર હાલ ભૂંડ ફરી વળ્યાં છે. આમ ખેડુતો પાકને બચાવ માટે ખેતરોમા રાત અને દીવસ રહેવુ પડે છે. કારમી મોંઘવારી, મોંઘા બિયારણ તેમજ ખાતરપાણી અને જંગલી જાનવરોથી ધરતીપુત્રો ત્રાહિમામ પોકારી ગયાં છે.