સુપ્રીમ કોર્ટે ( SUPREME COURT) એક કેસની સુનાવણી દરમિયાન ફરી એકવાર કહ્યું છે કે પત્ની પતિની વ્યક્તિગત સંપત્તિ નથી. કોર્ટે કહ્યું કે પત્ની સાથે જબરદસ્તી પતિ સાથે રહેવાનુ કહી શકાય નહીં. એક વ્યક્તિએ અરજી કરી હતી કે કોર્ટે તેની પત્નીને આદેશ આપવો જોઈએ કે તે તેની સાથે રહે.
આ મામલે સુનાવણી કરતી વખતે જસ્ટિસ એસ.કે. કૌલ અને ન્યાયાધીશ હેમંત ગુપ્તાની ખંડપીઠે કહ્યું કે તમે શું વિચારો છો? શું સ્ત્રી કોઈની ગુલામ છે કે આપણે આવા આદેશ આપીએ છીએ? શું પત્ની તમારી વ્યક્તિગત સંપત્તિ છે જે તેની સાથે જવાનું નિર્દેશન કરી શકે છે?
દહેજ માટે પતિ ત્રાસ આપતો હતો
તેઓએ વર્ષ 2013 માં લગ્ન કર્યાં હતાં, પરંતુ દહેજ માટે પતિએ પત્નીને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ તેણી મજબૂર થઈને અલગ રહેવા માંડી હતી. 2015 માં જ્યારે તેણે ખાધા ખોરાકી ( MAINTENANCE) માટે કેસ દાખલ કર્યો હતો, ત્યારે ગોરખપુર કોર્ટે ( GORKHPUR COURT) તેના પતિને દર મહિને 20,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
પરંતુ આ પછી, પતિએ લગ્ન અધિકારોની પુનસ્થાપના માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી, ત્યારબાદ પતિની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી પતિએ ના પાડી અને તેણે ફરી એકવાર કોર્ટનો સંપર્ક કર્યો. હવે પતિએ કહ્યું કે જ્યારે તે તેની પત્ની સાથે રહેવા સંમત થઈ ગયો છે, તો પછી ભથ્થા આપવાની જરૂર શા માટે ?
પતિએ પતાવટ નહીં ભરવાનો આરોપ લગાવ્યો
આના પર અલ્હાબાદ કોર્ટે પતિની અરજી નામંજૂર કરી, જેના પછી તે સુપ્રીમ કોર્ટ ગયો હતો. મહિલાએ પતિ પર આરોપ લગાવ્યો કે તે આ બધું એટલા માટે કરી રહ્યો છે કે તેણે
ખાધા ખોરાકી આપવી ન પડે. સુનાવણી મંગળવારે થઈ ત્યારે પતિના વકીલે કહ્યું કે સુપ્રીમ કોર્ટે પત્નીને પતિને ત્યાં પાછા આવવાનો આદેશ આપવો જોઈએ, કારણ કે ફેમિલી કોર્ટે પણ પતિની તરફેણમાં ચુકાદો આપ્યો છે.વકીલની આ વારંવાર માંગને કારણે કોર્ટે કહેવું પડ્યું કે પત્ની વ્યક્તિગત સંપત્તિ છે? પત્ની ગુલામ છે? ત્યારબાદ બેંચે લગ્ન અધિકારની અરજીને ફગાવી દીધી હતી.