સુરત (Surat): સરથાણા (Sarthana) ગામમાં શરીર સંબધ (Physical relation) બાંધવા માટે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝગડામાં પત્નીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી (Sucide) દીધું હતું. રાજસ્થાની પરિવારે દીકરીના બાળવિવાહ કરાવી દીધા હતા. જેમ રીન્કુ 18 વર્ષની થતાં દોઢ વર્ષ પહેલાં પતિ સાથે રહેવા માટે સુરત આવી હતી.
- રાજસ્થાની પરિવારે દીકરીના બાળવિવાહ કરાવી દીધા હતા
- દોઢ વર્ષ પહેલાં પરિણીતા પતિ સાથે રહેવા માટે આવી હતી
- દંપતિ વચ્ચે થયેલા ઝગડામાં પત્નીનો આપઘાત
નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાન ભીલવાડાના વતની સોનુપુરી ગૌસ્વામી (23 વર્ષ) હાલ અલથાણ પોલીસની હદમાં આવતા સરથાણા ગામના માસ્ટર મોહલ્લામાં પત્ની રીન્કુ (19 વર્ષ) સાથે રહે છે. સોનુપુરી આભવા ચોકડી પાસે આઈસ્ક્રીમનો ટેમ્પો લગાવે છે.
સોનુપુરીના 9 વર્ષ પહેલાં બાળવિવાહમાં રિન્કુ સાથે લગ્ન થયા હતા. દોઢ વર્ષ પહેલા રીન્કુ 18 વર્ષની થતાં પરિવારે તેને પતિ સાથે રહેવા માટે સુરત મોકલી દીધી હતી. રિન્કુ તેમજ સોનુપુરી વચ્ચે અવાર-નવાર ઘરની વાતોમાં ઝગડાઓ થતાં રહેતા હતા. ગુરુવારે રાત્રે રિન્કુ તેમજ સોનુપુરી વચ્ચે શરીર સંબધ બાંધવા માટે ઝગડો થયો હતો. ત્યારબાદ સવારે રિન્કુએ વતનમાં પરિવારને ફોન કરી સુરત લેવા માટે બોલાવ્યા હતા. પરંતુ પરિવારે થોડા દિવસમાં આવીશું તેમ કહ્યું હતું અને ફોન મૂકી દીધો હતો. ત્યારબાદ સોનુપુરી ટેમ્પો લઈને કામે જતો રહ્યો હતો.
સોનુપુરીએ જણાવ્યું હતું કે, રિન્કુએ રાત્રે 11 વાગ્યા પહેલાં ઘરમાં હુંક સાથે વાયર બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. રાત્રે કામ પરથી ઘરે આવીને દરવાજો ઠોક્યો હતો. પરંતુ કોઇએ દરવાજો ખોલ્યો ન હતો. જેથી ઘરની પાછળથી દરવાજો તોડતા રિન્કુ લટકતી જોવા મળી હતી. રિન્કુ અને મારા વચ્ચે રાત્રે શરીર સંબધ બાંધવા માટે થયેલા ઝગડામાં રિન્કુએ આ પગલું ભર્યું હોય શકે તેમ છે. રિન્કુના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જોકે અલથાણ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.