World

‘હું મફતમાં બાળકોને જન્મ નહીં આપું…’, પત્નીએ ગર્ભવતી થવા માટે પતિ પાસેથી 3 કરોડ માંગ્યા

દુબઈ (Dubai): લગ્ન કરવા અને બાળકો પેદા કરવા એ દરેક યુગલનો વ્યક્તિગત નિર્ણય છે. જો બે પૈકી એક વ્યક્તિ પણ સહમત ન થાય તો મામલો બગડી શકે છે. પરંતુ હાલમાં એક ન્યૂઝ ચર્ચામાં છે. આ સમાચાર અનુસાર પત્નીએ બાળકને જન્મ આપવા માટે પતિ પાસેથી અઢીથી ત્રણ કરોડ રૂપિયાની માંગણી કરી છે.

અહેવાલ મુજબ મહિલાનું નામ સાઉદી છે અને તે દુબઈમાં રહે છે. તેનો પતિ કરોડપતિ છે અને તેની કમાણી પણ કરોડોમાં છે. આ મહિલા બાળકને જન્મ આપવા માટે પતિ પાસેથી ઓછામાં ઓછી 2.5 થી 3 કરોડ રૂપિયાની ગિફ્ટ લે છે. એટલું જ નહીં તે તેના પતિને અગાઉથી જ કહી દે છે કે તેને ભેટમાં શું જોઈએ છે. ગિફ્ટ્સ ઉપરાંત તે તેના બેંક ખાતામાં પણ કેટલાક પૈસા જમા કરાવે છે. ત્યાર બાદ જ તે ગર્ભવતી બને છે અને બાળકને જન્મ આપે છે.

જાણો પત્ની શા માટે આવી માંગ કરે છે?
મીડિયા અહેવાલો અનુસાર સાઉદીએ બાળકના જન્મના બદલામાં તેના પતિ પાસેથી નવી કારની માંગણી કરી હતી. આ સિવાય તે તેના પતિ પાસેથી £200,000 એટલે કે 2 કરોડ રૂપિયાથી વધુનું ભથ્થું લે છે. સાઉદીનું કહેવું છે કે તે આ પીડા મફતમાં સહન કરશે નહીં. 

પતિ સાથે સાઉદીએ કરેલા સોદા મુજબ તે બાળકો માટે ભેટ લે છે. તેના ઘરમાં ઘણા નોકર છે તેમ છતાં સાઉદી રાત્રે તેની અને બાળકોની સેવા કરવા માટે એક નર્સ રાખી છે. નર્સ તેના બાળકની સંભાળ રાખે છે. આ કપલની ઘણી તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

Most Popular

To Top