નિરાધાર વિધવાઓને જીવનનિર્વાહમાં મુશ્કેલી ન પડે તે અર્થે સરકાર સહાય કરતી હોય છે. પરંતુ તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર છેલ્લા ત્રણ-ચાર મહિનાથી વિધવા પેન્શન બંધ છે. ગુજરાતમાં વિધવાઓને અપાતી સહાય બંધ હોવાના કારણે ગરીબ સામાન્ય વર્ગની વિધવા બહેનોને બાળકોના ઉછેર કરવી, બાળકોની ફી ભરવી ઉપરાંત જીવનનિર્વાહ ગુજારવી મુશ્કેલ છે. કારમી મોંઘવારીમાં સરકારી સહાય પર આધાર રાખનારી આશરે દસ લાખ વિધવા બહેનો લાચાર અવસ્થામાં જીવન વ્યતીત કરી રહી છે. કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ નહીં આવવાના કારણે તેમજ સોફ્ટવેરમાં ટેકનીકલ ખામીને કારણે યોજનાની સહાય વિલંબમાં મૂકાઈ હોવાનું બહાર આવવા પામ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે માનવીય અભિગમ દાખવી તાકીદે વિધવા પેન્શન યોજના સહાય નિયમિત રીતે ચૂકવાય તે અંગે યોગ્ય પગલાંઓ લેવાની જરૂર છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વિધવા પેન્શન નિયમિત રીતે ચૂકવાય
By
Posted on