Charchapatra

વોટ ચોરીની ફરિયાદ કોર્ટમાં કેમ ન કરી?

ચૂંટણી પંચ સામે ઢગલાબંધ વોટ ચોરીની ફરિયાદ કરનારા એકેય રાજકીય પક્ષ કે નેતાએ પોતાની ફરિયાદ પુરવાર કરવા અદાલતમાં જવાની હિંમત દેખાડી નથી. કર્ણાટકમાં જવલંત વિજય મેળવનાર પક્ષના નેતાઓ ‘વોટ ચોરી’ની બૂમરાણ મચાવી રહ્યા છે.પરંતુ ચૂંટણી પંચે કોર્ટમાં આ આક્ષેપ સાબિત કરવાનો પડકાર ફેંક્યો તે ઝીલવાની એકેય નેતાએ તૈયારી બતાવી નથી. અમે હાઈડ્રોજન બોમ્બ ફોડવાના છીએ તેવી વાતો કરનારા પક્ષ નેતા હવાયેલા ફટાકડો ફોડી રહ્યા હોય એવી છાપ સામાન્ય માણસના મન પર પડે છે.

કોઈપણ બહાને દેશમાં અંધાધૂંધી ફેલાવવાની વિપક્ષોએ જાણે નેમ લીધી છે.ફક્ત અને ફક્ત ખોટા આક્ષેપો કરવા અને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવોે વિપક્ષોનો રોજનો ક્રમ બની ગયો છે. વડાપ્રધાન બનવાનું સ્વપ્ન જોતા રાહુલ ગાંધીએ એવી હાસ્યાસ્પદ જાહેરાત કરી કે ‘સિંહાસન ખાલી કરો, જેન-ઝેડ આવી રહી છે. અરે ભાઈ, આ નેપાળ, બાંગ્લાદેશ કે ફિલિપાઇન્સ નથી, ભારત છે. દોઢ અબજની વસ્તી, વિવિધ ભાષા, વિવિધ રીતિરિવાજો અને રહેણીકરણી, નેપાળ જેવા સ્વપ્નાઓ જોવાના બંધ કરી વાસ્તવિકતા સમજો. માત્ર આક્ષેપો કરીને ભાગી જવાથી કશું ન વળે. તમારી આવી નાદાનીથી લોકો હસે છે, તમારી મજાક ઉડાવે છે.
ઘડોઈ, મહુવા. ગણપતભાઈ વહિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

Most Popular

To Top