લાંબા સમયનો અભ્યાસ કરતાં જણાશે કે શહેરમાં આત્મહત્યા કર્યાના સમાચાર દૈનિક પેપરોમાં રોજ જોવા મળી રહ્યા છે. આત્મહત્યા કરનારા વ્યકિતનો તેની ઉંમર સાથે કોઇ સંબંધ નથી પરંતુ તેની માનસિક અવસ્થાનું સ્ટેટસ શું હતું તેની સાથે સીધો સંબંધ હોય છે જેના માટે જવાબદાર કારણો હોય છે જેમકે પરીક્ષા અને તેના પરિણામનો ભય, રોજગાર ધંધાની સમસ્યા, સ્વાસ્થ્ય અંગેની અસહનીય ગંભીર સમસ્યા તેમજ અન્ય સામાજિક કારણો હોય છે પરંતુ હાલમાં જોવા મળી એક સમસ્યા એવી ઉદ્ભવી છે જે નિરંતર જોવા મળે છે જે એ છે જીવનમાં એકલાતાનો અનુભવ અને નિરસતા જે નકારાત્મક વિચારોની જનેતા છે, જે ગંભીર સમસ્યા છે. આવા નકારાત્મક વિચારોથી બચવા માટે હકારાત્મક અને ઊર્જાવર્ધક વિચારોના વાવેતરની ખૂબ જરૂર છે જેમકે નિત્ય યોગ, આસન, ધ્યાન કરો, ધાર્મિક સત્સંગ કરો, મિત્રો મંડળોના સંપર્કમાં રહો અને તમને મનગમતા હિન્દી ફિલ્મી ગીતો સાંભળો. આ તમામ હકારાત્મક ઊર્જાની થેરાપી પુરવાર થશે અને મનમાં સારા વિચારોની જનેતા પુરવાર થશે.
સુરત – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.