Charchapatra

ચૂંટણીમાં બેફામ ખર્ચ શા માટે?

આપણે ઘણી વાર વિચારીએ છીએ કે લગ્નમાં ખોટો ખર્ચ નહીં કરવો જોઈએ પણ એ સમાજના પૂર્વગ્રહમાં અને દેખાદેખી અને થોડીક આપણી લાગણીઓને લીધે ખોટો ખર્ચ માથે લેવો પડે છે. પણ આજે આપણે જોઈએ છીએ કે ચૂંટણી પાછળ કેટલો ખર્ચ થાય છે. દરેક પક્ષ દરેક ઉમેદવાર મહિનાઓથી આ ખર્ચનું સરવૈયું કાઢીએ તો ગરીબ માણસને માથા દીઠ કદાચ દસ હજાર રૂપિયા મળી શકે. આ ખોટા ખર્ચને બંધ કરી દેવો જોઈએ. આ ભપકાદાર કરોડોના ખર્ચ પછાડી કોઈ કાયદો લાવવો જોઈએ, જે સાચો ઉમેદવાર હશે – જે સારો પક્ષ હશે અને જે ઉમેદવાર લોકો કાર્યનું કામ કરતો હશે તેને વોટ મળવાના જ છે. તો આ બિનજવાબદાર ખર્ચ બંધ કરીને એક નવો કાયદો બનાવવો જોઈએ. એ જ પૈસા જો ઉમેદવાર અને પક્ષ ગામ અને સીટીના રોડ રસ્તા અને સુવિધા માટે ખર્ચે તો કદાચ એમને વધારે વોટ મળશે. આ મોટી મોટી સભામાં કરોડો ખર્ચાય છે એના કરતાં જે તમને વોટ આપવાના છે તેમની સોસાયટી તેમના ડેવલપમેન્ટ માટે ખર્ચે એનું પરિણામ તેમને જ 100%  મળશે.
સુરત     – તુષાર શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

લંગડા કાણાને શા માટે બાદશાહ બનાવી દે છે
બાદશાહ બૈજદ કાણા અને તૈમુર લંગડા હતા. બૈજદ યુધ્ધમાં હારી ગયા. વિજેતા તૈમુરની પાસે લાવવામાં આવ્યા. તેને જોઇને તૈમુર હસવા લાગ્યા. બૈજદ બોલ્યા: યુધ્ધમાં જીત મેળવી એટલે ગર્વ ન કર. તૈમુરે કહ્યું હું એટલો બેવકૂફ નથી કે આટલી નાની અમથી જીત પર હસું? મને તો પોતાની અને તારી સ્થિતિ પર હસવું આવે છે? જુઓ ને તમે કાણા અને હું લંગડો! હું તો એ વિચારીને હસ્યો કે ઇશ્વર મારા અને તમારા જેવા લંગડા કાણાને શા માટે બાદશાહ બનાવી દે છે.
વિજલપોર   – ડાહ્યાભાઇ હરિભાઇ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top