હકીકતમાં ક્રિકેટ એ આપણાં દેશની રમત નથી. આ રમતને અંગ્રેજોએ ભારતમાં વ્યાપક પ્રમાણમાં ફેલાવી છે. આજે ક્રિકેટની રમત પાછળ કરોડો ખર્ચાય છે અને લોકો આ રતમત પાછળ કિંમતી સમય બરબાદ કરે છે. અમુક ઘરોમાં તો મેચને દિવસે ઘણાં લોકો ટીવી સામે મેચ જોતાં જોતાં જ ભોજન લે છે તો ઘણાં બહારથી મંગાવી લે છે. ક્રિકેટની રમત પાછળ કરોડો રૂપિયાનો સટ્ટો રમાઈ જાય છે. ઘણાં લોકો મારામારી ઉપર ઉતરી આવે છે. ખાસ કરીને જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાતી હોય ત્યારે બંને પક્ષો રીતસરનાં તણાવમાં રહે છે.
IPLની મેચોમાં કરોડો રૂપિયામાં ખેલાડીઓ હાયર કરવામાં આવે છે. તાજેતરમાં IPL ની RCB ટીમ વિજયી બનતાં ટીમને અભિનંદન આપવા તથા પોતાના મનપસંદ ખેલાડીઓની ઝલક જોવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચારથી પાંચ લાખ લોકોએ એકસામટો ધસારો કર્યો અને ધક્કામુક્કીમાં લગભગ ૧૫ જેટલાં વ્યક્તિઓએ પ્રાણ ખોયા અને કેટલાંય કચડાઈ ગયા. આમાં વાંક કોનો? પછી લોકો તથા વિપક્ષ સરકાર ઉપર દોષનો ટોપલો ઢોળી દે છે. આ કેટલે અંશે વ્યાજબી છે? ક્રિકેટરો તો કરોડોની સંપત્તિમાં આળોટતાં હોય છે એમને પબ્લિકની કાંઈ પડી હોતી નથી અને પબ્લિકને એક રૂપિયો પણ મળવાનો નથી તો પછી ક્રિકેટની રમત પાછળ ઘેલછા કરવી અને સમય બરબાદ કરવો કેટલે અંશે યોગ્ય છે?
હાલોલ – યોગેશભાઈ આર જોશી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.