દરેક મહિલાને સોનાનો શોખ હોય છે. પણ એ શોખ આપણને વધારે પડતો છે. સ્ત્રીઓને પિયર પક્ષ તરફથી અને સાસરા તરફથી સોનાનાં ઘરેણાં મળે છે. એનું કારણ એ છે કે બહેનોને જ્યારે જરૂર પડે ત્યારે આ સોનું વેચી પોતાની મુશ્કેલીઓ દૂર કરી શકે છે. પરંતુ આપણે તો એનો ઉપયોગ શરીર શણગારવામાં કરીએ છીએ. કોઇ પણ સારો પ્રસંગ હોય ત્યારે બહેનો ઘરેણાં પહેરે છે. આ ઘરેણાં આપણને ક્યારેક મુશ્કેલીઓમાં મૂકી દે છે. આજકાલ બહેનોનાં ઘરેણાં ચોરાઇ જવાના સમાચાર છાપામાં આવે છે. દા.ત. ચાર રસ્તા પરથી ભીડમાં કોઇ ચોર સોનાનો અછોડો ચીલઝડપે તોડીને ભાગી જાય છે.
બહેનને ખબર પડે ત્યાં સુધીમાં તો ચોર ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોય છે. શાકભાજીના બજારમાં પણ આવું બને છે. શાક લેવા આવેલી સ્ત્રીઓનાં ઘરેણાં ચોરવાં સ્ત્રીઓ જ આમતેમ ફરતી હોય છે. કોઇ બહેનનું ધ્યાન ન હોય તો એ જલ્દી અછોડો કે મંગળસૂત્ર ખેંચી લઇને આગળ ઊભેલી સ્ત્રીઓને આપી દે છે. મેળામાં કે રેલવે સ્ટેશન પર પણ આવું બને છે. માટે આપણાં ઘરેણાં આ રીતે ચોરાય નહીં તેનું ધ્યાન રાખવું જોઇએ. ઘરેણાંનો શોખ હોય તો નકલી ઘરેણાં પહેરી શકાય. એ ચોરાઇ જાય તો કોઇ વધારે નુકસાન થતું નથી.
સુરત – રેખા પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
