Charchapatra

અકસ્માતની મૃતકોને સરકાર શા માટે વળતર આપે!

 
બસ હોય કે કાર હોય કે રીક્ષા હું પછી ટ્રકના અકસ્માતો મૃતકોને સરકાર વળતર આપે છે એ પ્રથા મૂળમાંથી જ ખોટી છે. વાહન ચાલકના માલિક, ઇન્સ્યોરન્સ કંપની તેમજ વાહન ડ્રાયવરની ગફલતના કારણે જ કિંમતી ભાળ હોમાયુ જાય છે. આર.ટી.ઓ પણ કયારેક જવાબદાર હોય છે તેઓ આડેધડ લાયન્સ ઇસ્યુ કરે છે જેઓને અક્ષરદાન પણ હોતું નથી કે ટ્રાફિક સિગ્નલોનું પણ ભાન હોતું નથી. ઓવર ટેક, ઓવર લોડ, ટેઇલ લેમ્પનો અભાવ થીંગડા મહિલા સેકન્ડ હેન્ડ ટાયર, ડુપ્લીકેટ ગાડીના અન ઓર્થોરાઈઝડ પાટર્સ જેની કોઇ ગેરંટી હોતી નથી. તેમજ લાંબો સમય ન ચાલે એવા તકલાદી હોય છે. ઉપકોત કારણે થર્ત અકસ્માતી વાહનના માલિક, ઇન્સ્યોરન્સ કંપનીને જ ભારે દંડ કરી મૃતકોને વળતર અપાવું જોઈએ.
અડાજણ          – અનિલ શાહ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

શાળાના સંસ્કાર ગૌણ છે
બાળકની કેળવણીમાં કેવળ પુસ્તકોનો અભ્યાસ, બાહ્ય, આચાર, વિવેક અને શરીરની તાલીમ પૂરતાં નથી. પરંતુ માનવતાને રોષે 8 સદગુણો પ્રામાણિકતા, ઉદારતા, દયા, નિસ્વાર્થતા વગેરેને જો કેળવણીનું પ્રથમ આવશ્યક અંગ ગણતા હોઈએ તો આ કેળવણી આપવાની ફરજ મા-બાપની છે. મા-બાપ સિવાય આ કેળવણી કોઈ સંસ્થા આપી શકે તેમ નથી. સિંહણનું દૂધ જેમ સોનાના પાત્ર વિના ઝિલાતું નથી તેમ સદગુણોનું ધાવણ વાત્સલ્યના પાત્રમાં ઝિલાય છે. આમ બાળકના ચારિત્ર્યઘડતરમાં મા-બાપના સારા-મા સંસ્કાર મુખ્યત્વે ભાગ ભજવે છે.
વિજલપોર – ડાહ્યાભાઈ હરિભાઈ પટેલ            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top