Charchapatra

સ્વ રોજગાર શા માટે?

દરેક વ્યક્તિને કોઈપણ કામ કરવા માટે તત્પરતા હોવી જરૂરી છે. દરેક વ્યક્તિને મેળવવી છે સારી સરકારી નોકરી, પણ દરેક વ્યક્તિ માટે સરકારી નોકરી મળવી આસન નથી. ચોક્કસ વર્ગના લોકોને તો સરકારી નોકરીઓ પર જ આધાર રાખવો પડે છે કેમ કે સારી ખાનગી નોકરીઓમાં સહેલાઈથી રાખવામાં આવતા નથી. જો કે હાલ થોડો સુધારો જોવા મળ્યો છે. તેમજ સરકાર તરફથી પણ સ્વ રોજગાર માટે અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી છે ત્યારે કોઇપણ વ્યક્તિ કોઈપણ પ્રકારના ભેદ-ભાવો વગર ધંધો કરી શકે છે. કાયદા હેઠળ પણ રક્ષણ આપવામાં આવે છે. સ્વ રોજગારની વાત કરીએ તો શરૂઆતમાં નાના પાયે રોજગાર શરૂ કરવો જોઈએ. જો કે વેપાર-ધંધો કરવો એ પડકાર રૂપ તો છે, પરંતુ આપણી સમક્ષ એવા ઉદાહરણ જોવા મળશે કે નાના પાયે રોજગાર શરૂ કરવાવાળી હાલની સ્થિતિમાં મોટા ઉદ્યોગ પતિ થઈ ગયા છે. દરેકને શેઠ બનવાની ઇચ્છા હોય પણ તે ક્યારે શક્ય બની શકે કે યુવાનીમાં સાચી દિલથી મજૂરી કરી હોય તો કોઇપણ કામમાં ભવિષ્યમાં શેઠ બની જશો. માટે સ્વ રોજગારને પ્રાધાન્ય આપવાનો સમય આવી ગયો છે.
સુરત – ચંદ્રકાંત રાણા

Most Popular

To Top