Charchapatra

આપણાં વિકાસનો જ કેમ વિરોધ?

ત્રીજી ઓક્ટોબરના ગુ.મિ.માં ‘કહેવાની વાત’માં લેખિકાએ કહ્યું કે, આખી દુનિયામાં પર્યાવરણનો જે સત્યાનાશ વળી રહ્યો છે વિકાસના નામે, તેમાં લદાખનો પણ સમાવેશ થઈ જાય છે. વર્તમાન ‘વિકાસ’નું મોડેલ ટકાઉ નથી એ વાત આખી દુનિયા કહી રહી છે. સુપ્રીમ કોર્ટે પણ આ વિષે હમણાં ટકોર કરી જ છે. લદાખમાં મેગા પ્રોજેક્ટ્સ માટે જમીન અને સંસાધનો વિકાસ માટે સોંપાય રહ્યા છે ત્યારે લદાખના લોકોની ચિંતા વાજબી છે.  સ્વતંત્રતા મળી ત્યારથી જ કોંગ્રેસે ચીન સાથેની આપણી સરહદો પર સૈન્યકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની ઉપેક્ષા કરી હતી.

પણ બાજપાઈ સરકારના સંરક્ષણ મંત્રી જોર્જ ફર્નાંડિસે ચીનની યુદ્ધ થાય તેવા સંજોગોમાં લાઇન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર મોટા પાયે પાયારૂપ સુવિધાઓ ઊભી કરવાની શરૂઆત કરેલી.  જે રીતે ચીન અરુણાચલ સરહદે જે લશ્કરી સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ષોથી બનાવી રહ્યું છે, તેનો વિરોધ કેમ નથી થતો? ફક્ત આપણી સરકાર  વિકાસના કામો હાથ ધરે તેનો જ શા માટે વિરોધ સોનમ વાંગચૂક કરે છે?  આ જ સોનમ વાંગચૂક જ્યારે લદાખ, જમ્મુ-કશ્મીર સાથે જોડાયેલુ હતું ત્યારે બૂમો પાડતા હતા કે, અમને પાકિસ્તાની ઘૂસણખોરોથી બચાવો, રોહિંગ્યાઓથી બચાવો.  હવે આજે જ્યારે વિકાસ થઈ રહ્યો છે ત્યારે પર્યાવરણ પર ખરાબ પ્રભાવ પડે છે તેવી વાતો કેમ કરવા માંડ્યા? એ વિષે લેખિકા કેમ ચૂપ રહ્યા ?
ધામડોદ રોડ, બારડોલી      – કેદાર રાજપૂત- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top