તાજેતરમાં એક ગુજરાતી ગાયિકા બહેને સ્વયંની પસંદગીના જીવનસાથીની પસંદગી કરી. એમાં એમના જ્ઞાતિજનોને વાંધાં પડ્યો! અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે આપણે ક્યા જમાનામાં જીવીએ છીએ? જેમને પણ સ્વયંની પસંદગીના યુવક કે યુવતી સાથે લગ્ન કરી જીવન વિતાવવું હોય એમાં અન્ય વ્યક્તિ કે સમાજને શું વાંધો વચકો હોઈ શકે! આંતરજ્ઞાતિય લગ્ન અયોગ્ય વાત છે?
ઘણીવાર જન્માક્ષર કે ગ્રહપીડા નડવાથી અનેક પ્રેમી પંખીડા અલગ થઈ જાય છે. ગ્રહો ભારતની પ્રજા ને જ નડે! લાખો માઈલ દૂર રહેતાં ગ્રહો આપણને શું કામ નડે? અને તે પણ અમુક જ રાશિને ! ન્યાતજાતના વાડા મનુષ્યએ રહ્યા છે. જ્યાં સુધી જ્ઞાતિભેદનો વાપરો વાતો રહેશે. એ બહેન જાણીતા ગાયિકા છે. એટલે એમનો કિસ્સો વધુ ચર્ચાસ્પદ બનાવવામાં કદાચિત આવ્યો હશે. શું એ યુવતીને જીવન સાથી સ્વયં પસંદ કરવાનો હક નથી?
સારુ છે કે એમના બંને પરિવારો એ સાથ નિભાવ્યો છે. અને એ ગાયિકા બેન મક્કમ રહ્યા છે. આ તો યુ.પી. તરફની ‘‘ખાપ પંચાયત’’ જેવો મામલો કહીં શકાય. ત્યાં પણ આવા લગ્ન સામે વિરોધ ઊઠાવી એમની સાથે જ્ઞાતિજનો સબંધનો અંત લાવી દે છે! હજુ વૈચારિક પછાતપણું ઘણી જ્ઞાતિનાં માનસપટ પરથી ગયું નથી ને?
રાંદેર રોડ, સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.