હાલમાં જ બિહારમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને વર્તમાન નીતીશ ભાજપ ગઠબંધન સરકારે બિહારની મહિલાઓને વિશેષ લાભ આપ્યો હતો જે અનુસાર દરેક મહિલાઓનાં બેંક ખાતામાં રૂ. 10000/- જમા આપ્યા હતા. જેની પાછળનો સીધો સંદેશ હતો કે વર્તમાન સરકાર મહિલાઓની આર્થિક સુરક્ષા અંગે જાગૃત છે અને મહિલાઓને સન્માન આપે છે. હવે ચિંતન અને જિજ્ઞાસા ઉદ્દભવતો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં ચૂંટણીઓ આવે છે ત્યારે ગુજરાતની મહિલાઓને આવો આર્થિક લાભ કેમ આપવામાં આવતો નથી?
આવું સન્માન કેમ નથી અપાતું? ઊંડાણપૂર્વક વિચારશો તો તમને પ્રત્યુતર મળશે કે બિહારમાં નીતીશ ભાજપ સામે રાજદ અને કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે ખૂબજ મજબૂત અને ચૂંટણીમાં કાંટાની ટક્કર આપે એવા પક્ષો છે. જે વર્તમાન સરકારમાં હવે પછીની ચૂંટણી પરિણામોમાં અસલામતીની ભાવના જાગૃત કરે છે જયારે ગુજરાતમાં ભાજપની સામે કોઇ મજબૂત વિરોધ પક્ષો નથી જેને પરિણામે ગુજરાતની જનતાના વોટનું યોગ્ય મૂલ્યાંકન થતું નથી જે સ્વાભાવિક છે.
મોટા મંદિર, સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.