આજના વિકસિત શિક્ષિત સમયમાં પણ સ્ત્રી વર્ગને ઘણું જ સહન કરવાનું આવે છે તે શું ઉચિત છે? કોઇ વ્યકિતની પુત્રી (દીકરી)ને પરણાવીને લાવીને સાસરી પક્ષવાળા ખાસ તો પતિ, તેની પત્નીનું બિમારી આવતાં ધ્યાન રાખતા જ નથી! ફકત પૈસો કમાવામાં બધો સમય કાઢે છે. ખાસ તો સ્ત્રીને માનસિક રોગ થાય છે ત્યારે તેને ઘણું જ સહન કરવાનું આવે છે! સાસરા પક્ષવાળા સ્ત્રીની ખરાબ માનસિક અવસ્થા સમજતાં જ નથી, સારવાર કરાવતા જ નથી અને છૂટાછેડા આપી દે છે!
સુરત – એક કાયમી વાચક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.