Charchapatra

પ્રેમલગ્ન કેમ સફળ થતા નથી

તાજેતરમાં કોર્ટે કહ્યું કે સૌથી વધુ છૂટાછેડા પ્રેમલગ્ન કરનારાઓ લઈ રહ્યાં છે. થાય કે પ્રેમમાં પડી પોતાની પસંદગીથી લગ્ન કરનારાઓનાં પ્રેમલગ્નો કેમ નિષ્ફળ જઈ રહ્યાં છે? જો કે પ્રેમ ગણતરીપૂર્વક થઈ શકતો નથી. આમ છતાં વર્તમાનમાં થતા પ્રેમ અને લગ્નમાં બહુધા વિજાતિય આકર્ષણ. આ સહવાસ અને બિનકર્તવ્યપણા વિના થતી રંગરાગ જ ભાગ ભજવતા હોય  છે. પ્રેમ લગ્નો નિષ્ફળ નિવડી રહ્યાં છે. પ્રેમમાં અકર્તવ્યતા રહેલી હોય છે. જ્યારે લગ્નમાં તમામ પ્રકારે કર્તવ્યપણું સમાયેલું હોય છે જે નિભાવવામાં પ્રેમીઓ ઊણાં ઉતરતાં હોય છે, શક્ય છે લગ્ન બાદ પ્રેમનું આકર્ષણ ઘટી શકે છે. આર્થિક જવાબદારીઓ વધતી રહે છે. પરિણામે અંટસો વધતી જાય છે. ત્યારે ખરી આવશ્યકતા ‘સહનશીલતા’’ ની હોય છે. જે બંને પક્ષે ખૂટતી રહે છે. આથી જ શક્ય છે કે બહુધા ‘પ્રેમલગ્નો’ નિષ્ફળ જઈ રહ્યાં હોય. વર્તમાનમાં સ્ત્રી પુરુષનો અહંકાર આકાશવિહારી રહ્યો હોય સહનશીલતા કોણ દાખવે તે જ એક સવાલ બની ચૂક્યો છે. જો પ્રેમલગ્નને સફળ બનાવવા હશે તો સહનશીલતા અતિ આવશ્યક બની રહે છે.
નવસારી           – ગુણવંત સોલંકી લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

માનવતાનો વ્યવહાર નથી
સવારના પ્હોરમાં છાપું ઉઘાડો એટલે ચોરી, લૂંટ, બળાત્કાર, અકસ્માતના સમાચાર વાંચવા મળે. આપઘાતના કિસ્સાઓ પણ સમાવી શકાય. અકસ્માતનાં કારણો: વ્હીકલ ચેકિંગનો અભાવ આગળની ગાડી સાઈડ ન આપતાં, પાછલી ગાડીનો ડ્રાઈવર પિત્તો ગુમાવે. ડીકસ જેવા પદાર્થોનો સેવન કારણે સ્ટીયરીંગ કન્ટ્રોલ, કાબૂ-બહાર, અત્યંત ખરાબ રસ્તાને કારણે, ક્યારેક સામસામે વાહનો ભટકાય, અપ અને ડાઉન ટ્રાફિક  હોય તેમાં એક જ સાઈડે સામસામાં વાહનો કેવી રીતે ભટકાય? વધુ પડતી સ્પીડ ફૂટપાથ સુધ્ધાં તોડી નાખે. ચાર રસ્તા પર પોલીસ સીગ્નલ આપે તે પહેલાં જ વાહનચાલકો ટાંપીને બેઠા હોય. જાણે લશ્કરે હુમલો! ડ્રાઈવરનું ધ્યાન મોબાઈલની વાતોમાં પરોવાયેલું હોય.

ભૂવા રસ્તા પર પડયા હોય તો તે સ્થળે કોઈ નિશાની હોતી નથી. એક જ દિશામાં હંકારતાં બે વાહનો વચ્ચે જરૂરી અંતર રખાતું નથી. પરિણામે આગળનું વાહન બ્રેક અચાનક મારે તો પાછળ આવતું વાહન અથડાય, અકસ્માતનો ભોગ બને. ટૂ વ્હીલર પર ત્રણ-ચાર જણા સવારી કરતા હોય. પેસેંજરોથી સ્કૂલનાં બાળકોથી છલકાતી પૂરપાટ દોડતી રીક્ષાઓ પણ અકસ્માતને નોંતરે. નિર્દોષ મુસાફરો ઈજા પામે, મોતને પણ ભેટે, રોંગસાઈડ ડ્રાઈવીંગ પણ જવાબદારી નક્કી થાય તે પહેલાં તો તોડ વડે કેસ ઢીલો કરી નંખાય. માનવ જેવા માનવમાં પણ માનવતાનો વ્યવહાર નથી. કાયદા પોથીનાં રીંગણાં!
સુરત     – કુમુદભાઈ બક્ષી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top