નકલી અને ભેળસેળની વાતો ઘણી થઈ અને હજીપણ વિના રોક-ટોક ચાલુ જ છે, હાલમાં જ વાંચેલ સમાચાર મુજબ, ખાતરમાં રેતીની ભેળસેળ અને આવા સમાચાર વારંવાર મળે જ છે. તિરુપતિ બાલાજી મંદિરના પ્રાસદમાં જધન્ય મિલાવટ જે દુનિયા સામે ભારતની પ્રતિભાનો કેટલો મોટો સવાલ?! આ કાંઈ નાની વાત નથી. હિન્દુ ધર્મની પ્રતિષ્ઠાનો સવાલ છે.
નકલી ડોક્ટરો પકડાયા હવે નકલી દવાઓનો જથ્થો પકડાયો છે કોઈનો ધાક? ઓફ? ભેળસેળવાળો ખોરાક ખાવાથી બિમારી પડે તો દવા પણ નકલી, ડોક્ટર પણ નકલી!! પ્રધાનમંત્રી લીલી ઝંડી ફરકાવવામાં વ્યસ્ત છે પરંતુ ભારતની પ્રજા લાલ કફન હેઠળ જીવી રહી છે તેનું શું?
અમરોલી – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
વ્યસનોની જાહેરાતમાં માતબર આવક
પાન-ગૂટકા અને ઓનલાઈન રમતમાં લલચામણી વાતો જાહેરાતોમાં સેલીબ્રિટી બની ગયેલ ખેલાડીઓ અને ફિલ્મસ્ટારો કરી દર્શકોને આકર્ષે છે. ગૂટકા અને ઓનલાઈન રમતના વ્યવહારમાં સરકાર તો ટેક્ષ રૂપે તગડી રકમ ખરેખરી જલે છે પણ આવા પ્રચારને કારણે ટૂંકાગાળામાં લખપતી-કરોડપતિ બનવાના સપનાઓ જોઈ યા હોય કરીને ફતેહ મેળવવા માંગતા યુવાધન રખડતુ-ઝડતુ અથવા તો આપઘાતને શરણે થાય છે. એક ઈન્ટરવ્યુમાં ઓનલાઈન રકમમાં એક યુવાને 96 લાખ (જી હા છન્નું લાખ) રૂપિયાનું દેવુ કરી ગૂમાવ્યાનું ઈન્ટરવ્યુ જોઈને હચમચી જવાય તેવા દૃશ્યો સર્જી ગયું.
સરકાર ફક્ત આની આવક ટેક્ષરૂપી મળે છે. તેની પર જ ધ્યાન ન આપે પણ યુવાધનની બરબાદી થઈ રહી છે. તે ધ્યાનમાં લઈ ઓનલાઈન રમતો તેની જાહેરાતો અને ગૂટખા કે તેવી બનાવટો પર સદંતર પ્રતિબંધ જાહેર કરે તે સમયની માંગ છે. વ્યસનની ચીજવસ્તુમાં જે તે કાું. જાહેરતમાં આવનાર સેલિબ્રીટી અને સરકાર મબલખ કમાય છે. જ્યારે એક માત્ર વ્યક્તિ-જાહેર જનતા કોઈ પણ સ્વાર્થ- લોભ- લાલચમાં આવી જઈ આ કૂંદાળામાં પગ મૂકે છે અને પછીને કુદળું તેને અજગર ભરડો બનાવી દે છે.
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.