આપની શાળા કોલેજોમા પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે.હવે વેકેશન પડશે.આપને વસાવેલા કિંમતી પાઠ્યપુસ્તકો ગાઈડો અપેક્ષિતો નવનીતો અર્ધી લખેલી નોટબુકો આપને નવા વરસે નવું દફ્તર લેવાના હોય તો જૂનું દફ્તર બેગ જુની વોટરબેગ સહિત જે પણ આપની પાસે હોય.જેની આપનને કશી જરૂર ના હોય એ આ બધી અભ્યાસની વસ્તુઓ આપની મમ્મીઓ બપોર વચ્ચે પસ્તીવાલાને બોલાવી પધરાવી દે છે.પસ્તીવાલા ભાઈ ૮ રૂપિયા કીલો હિસાબે આપના આશરે આઠ થી દસ હજારની આ બધી વસ્તુઓના માંડ માંડ પચાસ કે સાઈઠ રૂપિયા આપી રવાના થઈ જાય છે અને આપની મમ્મીઓ હાશ ઘરમાં જગ્યા થઈ કહી હાશકારો અનુભવશે.
પણ મારી તમને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને આવું ના કરજો.તમારા પાડોશમા કે તમારા સગાસંબંધીઓમાં કોઈને પણ આ પુસ્તકો ગાઈડો સહિત બીજી કોઈ વસ્તુઓની જરૂર હોય શકે છે.તો એમને આ બધી વસ્તુઓ આપી શકો છો. આ ઉપરાંત હવે તો તમારા હાથમા રાતદિવસ ૨૪ કલાક સ્માર્ટ મોબાઈલ હોય જ છે એમાં તમારી પાસે જે પુસ્તકો ચોપડીઓ ગાઈડો અપેક્ષિતો નવનીતો કે બીજું કઈ પણ જે તમારી આપવાની ઈચ્છા હોય એ ફોટા પાડી વિગતો તમારો મોબાઈલ નંબર લખીને તમારા બધા ગ્રુપમાં મુકી દો.
જેમને જરૂર હશે તે સામેથી તમને ફોન કરશે.અથવા તમને રૂબરૂ મળશે તમારા કિંમતી પાઠ્યપુસ્તકો સહિતનું તમારું મીની પુસ્તકાલય લારી પર ભંગારની જેમ પડીને પસ્તીવાલાને ત્યાં ૫૦ કે ૬૦ રૂપિયામા વેચાય કે કોઈ જરૂરતમંદનું કામ થઈ જશે અને તમને કિંમતી દુવાઓ આશીર્વાદ મળશે. યાદ રાખો રક્તદાન પછી વિધાદાન આવે છે.તમે શું પસંદ કરશો? ૫૦ કે ૬૦ રૂપિયા કે આજના દોરમા જેની વધારે જરૂર છે તે કિંમતી દુવાઓ અને આશીર્વાદ લેશો. કોઈને કઈને કઈ મદદ કરતા રહો તમારો બેડો ચોક્કસ પાર થશે.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.