Charchapatra

જીવલેણ જાનવરનો ઉપાય કેમ નથી થતો?

રખડતા જાનવરે આખા ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. બે આખલા લડતા લડતા દુકાનમાન ઘુસી જાય, તોડફોડ કરે. રસ્તા પર લડતા લડતા રાહદારી તથા વાહનોને હડફટે લેતા મૃત્યુ થવાના પ્રસંગો રોજ બનતા રહે છે. સરકાર તરફથી જાહેરનામું બહાર પાડી દરેક પશુઓનું રજીસ્ટ્રેશન કરવાનો આદેશ આપ્યો શું થયું? રજીસ્ટ્રેશનથી આ પશુઓ રસ્તા પર ન રખડશે?! રજીસ્ટ્રેશન કરાવેલ વાહનોને નો પાર્કીંગ ઝોનમાં પાર્ક કરવાથી ટો કરી લઇ જવાય છે તો આ પશુઓ માટે ક્રેઇન કેમ નથી?! પશુ ચિકિત્સક મારફત આવા ઢોરને ઘેનનું ઇંજેકશન આપી મોટી ટ્રકમાં ભરી જવા બાબતે કેમ વિચારાતું નથી?!

જયારે પણ આવા પશુઓને પકડવા મહાનગરપાલિકા પોલીસ સ્ટાફ સહીત જાયછ ે તેમ છતાં માલીક આ કાર્ય નિષ્ફળ બનાવી પશુઓને છોડાવી જાય છે કેમ?! આ અંગેઅ ેમના આગેવાનો સાથે વિચારણા કરી સમાધાન યુકત નિર્ણય લઇ શકાય. હવે રખડતા કુતરા પણ કંઇ જ થતુ જણાતું નથી. ખસીકરણની કામગીરી ખાનગી કંપનીને આપવામાં આવી છે. આંકડા મોટા પણ ખોટા છે. તેના પર એસએમસી ચૂપ છે કેમ?!

ફકત ઓગસ્ટ 2023 એક મહિનાના જ કૂતરા કરવાના કેશ પુરુ, હડક, મહિલા,, 162, બાળકો 286 કુલ 1106 આંક થાય. આ તો ફકત સિવિલ અને સ્મિમેર હોસ્પિટલના રજીસ્ટરના છે. ખાનગી હોસ્પિટલના અલગ. હદ તો ત્યારે થાય છે જયારે કુતરાઓ સરકારી હોસ્પિટલોમાં અનેકોની સંખ્યાતાં ફરતા હોય, આરામ ફરમાવતા હોય, ત્યાં જ ભૃણને ભોજન બનાવતા હોય, દર્દીને પીરસવામાં આવતા ભોજનમાં મોઢું મારતા હોય શું હોસ્પિટલમાં ચોકીદાર ફરતા નથી?! આવી બાબતોને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે. આજે સામાન્ય નાગિરકને રોડ અકસ્માત, આવા પશુઓના ત્રાસથી રસ્તા પર વાહન ચલાવવું કે ચાલવું મુશ્કેલ અને ચિંતાયુકત બની ગયું છે. શું આ છે ગૌરવવંતુ ગુજરાત, આ છે આપણું સ્માર્ટ સીટી સુરત.
અમરોલી – બળવંત ટેલર – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top