રોજે રોજ છાપામાં, રેડિયોમાં, વરસાદ ગાજતો રહે છે. વિશ્વભરમાં વરસાદના રેકોર્ડ તૂટતા રહે છે. જ્યાં જુઓ ત્યાં વરસાદ જ વરસાદ, આ તે કેવો પ્રભુનો વરસાદ! કુદરત રૂઠી હોય તેમ લાગે છે, કેમ? માણસ કુદરત સાથે છેડછાડ કરે પછી, કુદરત છોડે? પર્યાવરણ સાથે અણ સમજુ રમત રમાય છે. હિમાલયના જંગલો કપાય છે. ખાનગી આયુર્વેદિક કંપનીઓ દવા બનાવવા માટે યેનકેન પરવાનગી મેળવી બેફામ પણે પહાડોને બોદા કરી મૂકે છે. ઝાડોના મૂળિયા માટીની પકડ ગુમાવે છે. છેવટે લેન્ડ સ્લાડિંગના કિસ્સા વધતાં રહે છે અમે આખો હિમાલય ખુંદી વળ્યા છે. ત્યારે ભાગ્યે જ અમને લેન્ડ સ્લાડિંગ જોવા મળતું. વળી હિમાલયમાં ઊંડાણ અને ઊંચાય સુધી સરકાર સડકો બનાવતી જાય છે. મોટી મોટી મશીનરીઓ ધમધમે છે. પરિણામે પહાડો એ ધ્રુજારો વેઠી શકતા નથી. ને તેથી પહાડો ફાટે છે.
રસ્તાઓ દિવસો સુધી ટ્રાફિક સમસ્યા સર્જે છે. કુદરતનું સંતુલન ખોરવાય છે. છેલ્લા થોડા સમયથી ‘વાદળ ફાટ્યું’ શબ્દો સાંભળવા મળે છે. અચાનક પુર ધસમસતુ આવી ચઢે છે, પહાડી ગામડાંઓને નકશામાંથી ભૂંસી નાંખે છે. પુર માણસો, મકાનો, સડકો તેમજ પ્રાણીઓ વગેરેને તાણી જાય છે. કરોડોનું નુકસાન થાય છે કોના પાપે? અણ-સમજુ માણસ અને સરકાર બંને નહીં સુધરે તો વિકાસ જ વિનાશનું કારણ બનતું રહેશે એ નક્કી છે.
સુરત – ઈશ્વર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઘરો તુટતા જાય છે અને ઘરડાઘર વધતા જાય છે
આજકાલ નવા યુગલો (પતિ-પત્ની) ઘરમાં ઘરડા માનવીની હાજરી પસંદ નથી. ઘણી છોકરી લગ્ન પહેલા સહન કરે છે કે ઘરમાં જુનુ ફનિર્ચર છે. (યા ને કે ઘરડા મા-બાપનો સંકેત આપે છે) આજકાલ છોકરાઓ પોતાની જીંદગી બચાવવા પોતાના મા-બાપને ઘરડા ઘરમાં મુકવા પરાણે મજબૂર કરે છે. ફક્ત છોકરાઓને નથી લાગતું પણ ઘરડાઓ ઘરમાં શાંતિથી બેસતા નથી. વાતવાતમાં ચંચુપાત કરે છે તે આજના યુવાન છોકરા-છોકરીઓને યોગ્ય લાગતુ નથી. એક સર્વે અનુસાર આખા ભારતમાં 3 હજારથી વધુ ઘરડા ઘર છે.
ઘરડા ઘરમાં સિનિયર સીટીઝન માટે વિશિષ્ટ તથા આધુનિક સગવડ ઘર કરતાં સારી મળે છે. માટે હાલમાં એક ઘરડા ઘરમાં કામ અર્થે જવાનુ થયુ ત્યાં -2 ટાઇમ ચા-નાસ્તો- ટાઇમ ભોજન અને રાત્રે 1 ગ્લાસ ગરમ દૂધ-વાર તહેવારે મિષ્ટાન ભોજન તથા દર 3 મહિને ડૉક્ટરી ચિકિત્સા આવી તો તમને ઘરમાં પણ સગવડ ન મળે, વધુ તપાસ કરતા માલમ પડ્યુ કે આનું સંચાલન મનહરભાઇ લાપસીવાળા અને સાથીઓ કરે છે. આશા છે કે આ સંચાલન કરતા સેવકોની તબિયત સારી રહે ને આવા ઘરડા-ઘરમાં રહેતાઓના આર્શિવાદ પ્રાપ્ત થાય.
સુરત – મહેશ આઇ. ડૉક્ટર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.