Charchapatra

આજે શિક્ષક આટલો વામણો કેમ બની રહ્યો છે?

આચાર્ય દેવો ભવ: આવું રૂગવેદમાં જાણવા મળે છે. શિક્ષક એટલે સમાજને રસ્તો બતાવનાર. નાગરિકોને જાગૃત કરનાર આજે શિક્ષક જ આટલો નબળો સાબિત થયો છે. જેની ચર્ચા કરવી પણ ઝાંખી પડે છે. શિક્ષકમાં શિસ્ત, ક્ષમાં અને કર્મશીલતા જેના નામની સાથે જોડાયેલ હોય છે. પૂર્વ શિક્ષકોમાં ધીરજ અને આ બધા ગુણોની ખોટ ન હતી. આજનો શિક્ષક નોકરી માત્રનું સાધન સમજીને પોતાની જવાબદારીથી અળગો રહેવા પામ્યો છે. ભારતમાં શિક્ષકનું જેટલું મહત્વ આપવામાં આવ્યું છે તેટલું વિશ્વમાં બીજે ક્યાંય નથી.

સરકારી શિક્ષક આજે ભણાવવાની પ્રવૃત્તિથી અળગો રહીને આખું વર્ષ નેતાઓના પરિપત્રથી કાર્યક્રમમાં જોડાયેલ હોય છે. પરિપત્ર કરનારાઓ માંડ મેટ્રુક્યુલેશન હોય છે. જેઓ રાત્રે ઊંઘમાં વિચાર આવતો હોય તે સવારમાં પરિપત્રના રૂપે સરકારના નિર્ણયના નામે શિક્ષકોએ કે અન્ય કર્મચારીઓએ પાલન કરવું પડતું હોય છે. શિક્ષક ભણાવવાની પ્રવૃત્તિ કરશે તો રાષ્ટ્રનું નિર્માણ સારું થશે. બાકી સરકાર બનાવવા માટે અનેક નાગરિકો લોભ લાલચ જેવા સૂત્રો આપીને સમય સમય પર શિક્ષણમાં રાજકારણ કરતાં આવ્યા  છે. શિક્ષકમાં ધીરજ અને ખોટાનો વિરોધ કરવાની ક્ષમતા ન હોય તો આપઘાત જેવા બનાવો બનતા રહશે.
તાપી    –  હરીશ ચૌધરી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top