Charchapatra

રૂપિયો નબળો કેમ થઈ રહ્યો છે?

1949માં એક ડોલર-એક રૂપિયો હતો જ્યારે આજે 2026માં 1 ડોલર= 95 રૂપિયા બરાબર છે જે દેશ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. જ્યારે 2014માં પહેલી વાર ભાજપ સરકાર સત્તા પર આવી ત્યારે નબળો પડતો રૂપિયો ચૂંટણીનો મુખ્ય મુદ્દો હતો અને ત્યારે 1 ડોલર = 70 રૂપિયા હતા. મોદી સરકારનાં 12 વર્ષ પછી પણ ડોલર સામે રૂપિયો નિરંતર નબળો પડતો ગયો છે જેના માટે ભારતની વેપાર ખાધ, ઓઈલ જેવી વસ્તુઓની આયાત પર નિર્ભર અર્થતંત્ર ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફ.ડી.આઈ.) પાછું ખેંચાવું અને મર્યાદિત નિકાસ વગેરે કારણભૂત છે.

કોઈ પણ દેશનું ચલણ નિરંતર નબળું પડે એ દેશના અર્થતંત્રને વિપરીત અસર કરે છે. આ અંગે વર્તમાન સરકારે ડોલર સામે રૂપિયો મજબૂત બને એ અંગેના સાર્થક પ્રયાસો કરવા જરૂરી બન્યા છે.
સુરત     – રાજુ રાવલ, મોટા મંદિર.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top