એક સમય હતો કે સુરત એરપોર્ટ પર રોજના 33 થી 35 પ્લેનો લેન્ડ થતા હતા. પરંતુ હાલની પરિસ્થિતિમાં ફકત માંડ 20 થી 22 પ્લેનો લેન્ડ થાય છે. તો ફ્લાઇટની સંખ્યા કેમ ઓછી થઈ? સુરત શહેરીજનો વ્યાપાર ચેન્નાઇ, હૈદ્રાબાદ, બેગલોર, કલકત્તા, ઇંદોર વગેરે અનેક સ્થળો ચાલી રહ્યા છે. સુરત એરપોર્ટથી આ સ્થળોએ પણ સાથે દિલ્હી પણ વીકમાં 3 થી 4 દિવસ પ્લેનોની અવરજવર ચાલુ હતી. પરંતુ અમુક સ્થળોએ તો પ્લેન જ કેન્સલ થઇ ગયા છે. વ્યાપાર ઉદ્યોગ માટે આ સ્થળોના પ્લનોની સંખ્યા વધારવી જોઇએ. સાથે સાથે પવિત્ર સ્થળ અયોધ્યા પણ પ્લેન સુરત એરપોર્ટથી ચાલુ કરવું જરૂરી છે.
શ્રધ્ધાળુઓ પ્લેનમાં જઇ લાભ લઇ શકે. પરંતુ સુરત એરપોર્ટને કોઇની નજર લાગી છે. પ્રગતિની હરણફાળ કરતું સુરતને અન્યાય મળે તે કેમ ચાલે? શુક્રવાર તા. 18મી પ્રસિધ્ધ થયેલા ગુજરાતમિત્રમાં ન્યૂઝ સાચી હકીકત દર્શાવે છે. પગલા લેવાવાં જ જોઇએ. વડાપ્રધાન મોદી ઉદ્ઘાટન કરી ગયા બાદ પણ કોઇ પ્રગતિ નહીં. નવાઇ લાગે છે. આમનેઆમ જો ચાલશે તો સુરતી શહેરીજનોને ઘોર અન્યાય થશે. સુરત એરપોર્ટને 24 કલાક ચાલુ કરવા માટેની પણ અધિકારીઓની ઊંઘ ઉડતી નથી. રન-વે વધારા માટે પણ જગ્યા પુરતી છે પરંતુ મામલો કોઇના દબાણોસર અટકી ગયો છે. યુધ્ધના ધોરણે આ મામલાનું નિવારણ થવું જ જોઇએ.
ગોપીપુરા, સુરત – ચેતન અમીન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.