વડોદરા: રાજુ ભટ્ટ અને અશોક જૈનના બળાત્કાર પ્રકરણમાં જેનું નામ સૌથી વધુ ગાજતુ હતી. તે હિસ્ટ્રીશિટર અલ્પુ સિંધી ક્રાઇમબ્રાન્ચના સકંજામાં આવી ગયો હોવા છતાં કાનૂની ધરકપડ કરીને ગુનાના મૂળ સુધી પહોંચવા ક્રાઇમ બ્રાન્ચની ટીમે કયા કારણે ઉદાસીનતા દાખવી રહી છે તે બાબત શહેરમાં ચોરેને ચૌટ ચર્ચાઇ રહ્યું છે. ગોત્રી બળાત્કારના હાઇ પ્રોફાઇલ પ્રકરણમાં સીધા સંડોવાયેલા પાવાગઢ મંદિરના તાત્કાલિક ટ્રસ્ટી હેમંત ઉર્ફે રાજુ ભટ્ટ (2, મિલનપાર્ક, નિઝામપુરા) અને 70 વર્ષે 24 વર્ષની પુત્રી સમાન યુવતી સાથે ખુલ્લેઆમ રંગરેલીયા મનાવનાર ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈનના ( 29, રોકડનાથ સોસાયટી,દિવાળીપુરા) તો ક્રાઇમબ્રાન્ચે એક જ પખવાડિયામાં ઝડપીને ગુના અંતર્ગત અનેક સ્ફોટક હકિકતનો ઘટસ્ફોટ કરાયો હતો. જે દિવસે અશોક જૈન ઝડપાયો તે દિવસે અલ્પેશ વાઘવાણી ઉર્ફે અલ્પુ સિંધી પણ ગુરગાવ નજીકથી સકંજામાં આવી ગયોહતો. અલ્પુ 7 માસ પૂર્વેના પ્રોહિબિશનના ગુનામાં વારસીયા અને વરણામા પોલીસે સ્ટેશનમાં ધરપકડ થઇ ગઇ હતી.
પરંતુ બળાત્કાર પ્રકરણમાં સ્પાય કેમેરા કોણે લગાવ્યા, મેમરી કાર્ડ કોનીપાસે છે.હની ટ્રેપનો તખ્તો છે કે પણ ખંડણીનો મામલો ચર્ચાઇ રહ્યો છે તે તમામ મુદ્દા વિસ્ફોટક હોવા છતાં પોલીસે કયા કારણે ઠંડુ પાણી રેડી રહી છે. હાલ અલ્પુ સિંધી વડોદરા જેલમાં જ છે. છથાં કયા કારણે અને કોના દબાણથી ટ્રાન્સફર વોરંટ લઇને અલ્પુની ધરપકડ કરાતી નથી. સમગ્ર પ્રકરણમાં માસ્ટર માઇન્ડ જ અલ્પુ સિંધી હોવાનું જોર શોરથી વાજતુ હતું ને તે મુદ્દાને ધ્યાને લઇને જે ક્રાઇમબ્રાન્ચે એડીચોટીનું જોર લગાવી વોન્ટેડ અલ્પુને પકડ્યો હતો. હવે પ્રકરણને નજર અંદાજ કરાઇ રહ્યું છે તો કયા કારણે તેવું સંસ્કારી નગરીમાં અનેક સ્થળે ચર્ચાતું સાંભળવા મળ્યું હતું.