આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનો નાતો લવ અને હેટનો છે. આમ આદમી પાર્ટીનો જન્મ કોંગ્રેસના ભ્રષ્ટ શાસનથી ભારતને અને ખાસ કરીને રાજધાની દિલ્હીને મુક્ત કરવા માટે થયો હતો. આમ આદમી પાર્ટી જેમ કોંગ્રેસની વિરોધી છે તેમ ભાજપની પણ વિરોધી છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે પોતાનાં બાળકોનાં માથાં પર હાથ મૂકીને કસમ ખાધા હતા કે તેઓ કદી કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. તેમ છતાં તેઓ ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ સાથે જોડાયા અને ગત લોકસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન પણ કર્યું.
તેમાં નિષ્ફળતા મળી ત્યારે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી કાઢ્યો છે અને દિલ્હીની ચૂંટણી એકલે હાથે લડી લેવાની જાહેરાત કરી છે. લોકસભાની ચૂંટણીમાં ખભેખભા મિલાવીને કામ કરનારા પક્ષો હવે ફરી એકબીજાના દુશ્મન બની ગયા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટી ભાજપના હિતમાં સેક્યુલર મતોનું વિભાજન કરવાનું કામ કરી રહી છે. કોંગ્રેસના આક્ષેપમાં આંશિક તથ્ય છે, કારણ કે ગુજરાતમાં ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં આપે આદિવાસી બેઠકો પર કોંગ્રેસના પરંપરાગત મતો તોડીને ભાજપને જીતાડવાનું કામ જ કર્યું હતું. જો કે દિલ્હીની વાત અલગ છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ બંનેને તોડવાનું કામ કરી શકે છે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા મહિલાઓને મહિને ૨,૧૦૦ રૂપિયા અને વૃદ્ધોને મફત સારવાર આપવાના વચનને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીનાં કાર્યકરોએ આ કથિત યોજનાઓની ડોર ટુ ડોર નોંધણી શરૂ કરી દીધી છે. બીજી તરફ, દિલ્હી સરકારના જુદા જુદા વિભાગો અખબારોમાં જાહેરાતો આપીને લોકોને ચેતવણી આપી રહ્યા છે કે આવી કોઈ યોજના અસ્તિત્વમાં નથી, તેથી આવી કોઈ પણ યોજનાનાં વચનોથી ગેરમાર્ગે દોરાશો નહીં. વિપક્ષ ભાજપ અને કોંગ્રેસે તેને જનતાને ગેરમાર્ગે દોરનારી ગણાવી છે. યુથ કોંગ્રેસે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. રસપ્રદ વાત એ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે.
હવે AAPએ કોંગ્રેસ પર ભાજપની સ્ક્રિપ્ટને અનુસરવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીનાં મુખ્ય મંત્રી આતિશી અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી અને એવો પણ આરોપ લગાવ્યો કે ભાજપ કોંગ્રેસને ફંડ આપી રહી છે. AAP એ કોંગ્રેસને ૨૪ કલાકની અંદર અજય માકન સામે પગલાં લેવાનું અલ્ટીમેટમ આપ્યું છે; અન્યથા તે ઇન્ડિયા ગઠબંધનમાંથી કોંગ્રેસને બહાર કરવા માટે અન્ય ઘટકો સાથે વાતચીત શરૂ કરશે. દિલ્હીની આતિશી સરકારે મહિલાઓ માટે દર મહિને ૧,૦૦૦ રૂપિયાની સ્કીમ જાહેર કરી છે. હજુ સુધી કોઈ મહિલાનાં ખાતાંમાં પૈસા પહોંચ્યા નથી, કારણ કે આ યોજના હેઠળ નોંધણીની પ્રક્રિયા હજુ ચાલી રહી છે.
આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે ચૂંટણી પછી આ યોજના હેઠળ દર મહિને ૨,૧૦૦ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય તેમણે દિલ્હીના વૃદ્ધોને સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં સંપૂર્ણ મફત સારવાર આપવાનું વચન આપ્યું છે. દિલ્હી સરકારના વિભાગો દ્વારા અખબારોમાં જાહેર જનતાને ચેતવણી આપતી જાહેરાતો બાદ ભાજપ અને કોંગ્રેસ આમ આદમી પાર્ટી પર આક્રમક છે. મુખ્ય મંત્રી આતિશી દિલ્હીની સરકારના એવા અધિકારીઓ સામે કાર્યવાહીની વાત કરી રહ્યાં છે, જેમણે ભાજપના ઈશારે જાહેરાતો આપી હતી.
દિલ્હીમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણી એકસાથે લડનાર AAP અને કોંગ્રેસ એકલા જ વિધાનસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અજય માકન જેવા કોંગ્રેસી નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી સાથેનું ગઠબંધન મોટી ભૂલ હતી. અજય માકન તો કેજરીવાલને રાષ્ટ્રવિરોધી ગણાવી રહ્યા છે. કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિત AAP પર જુઠ્ઠાણાંની રાજનીતિ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. યૂથ કોંગ્રેસ દ્વારા કેજરીવાલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાથી આમ આદમી પાર્ટીના નેતાઓ ભારે નારાજ છે. નારાજગીની સ્થિતિ એવી છે કે પાર્ટી હવે ઇચ્છે છે કે કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન છોડી દે.
તેમણે કોંગ્રેસને ૨૪ કલાકમાં અજય માકન સામે કાર્યવાહી કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. યૂથ કોંગ્રેસે કેજરીવાલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે આમ આદમી પાર્ટીએ કથિત યોજનાઓના નામે જનતાને ગેરમાર્ગે દોરી છે અને છેતરી છે. તેણે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તમામ AAP ધારાસભ્યો અને MCD કાઉન્સિલરો લોકો પાસેથી ફોન નંબર સહિતની સંવેદનશીલ અંગત માહિતી એકત્ર કરી રહ્યા છે. આતિશી અને સંજય સિંહ બંનેએ એવો આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મદદ કરી રહી છે. કોંગ્રેસના ઉમેદવારોની યાદી જોતાં લાગે છે કે આ યાદી ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
દિલ્હીનાં મુખ્ય મંત્રી આતિશીએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કોંગ્રેસનાં નિવેદનો અને કાર્યવાહીથી સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસે દિલ્હી ચૂંટણી માટે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે. ગઈ કાલે કોંગ્રેસના એક મોટા નેતા અજય માકનજીએ કહ્યું કે કેજરીવાલજી રાષ્ટ્ર વિરોધી છે. હું કોંગ્રેસ પાર્ટીને પૂછવા માંગુ છું કે, શું તમે આજ સુધી ભાજપના કોઈ નેતા પર આવા આક્ષેપો કર્યા છે? શું તમે આવો પ્રશ્ન ઉઠાવ્યો હતો? ગઈ કાલે કોંગ્રેસે અરવિંદ કેજરીવાલ અને મારા વિરુદ્ધ FIR નોંધાવી હતી.
શું કોંગ્રેસે આજ સુધી ભાજપ વિરુદ્ધ કોઈ FIR નોંધાવી છે? અમને સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારોનો ચૂંટણી ખર્ચ ભારતીય જનતા પાર્ટી તરફથી આવી રહ્યો છે. એવું સાંભળવામાં આવ્યું છે કે સંદીપ દીક્ષિત અને ફરહાદ સૂરિને ચૂંટણી લડવા માટે ભાજપ પાસેથી ફંડ મળી રહ્યું છે. જો કોંગ્રેસ ભાજપ સાથે મિલીભગત ન હોય તો ૨૪ કલાકમાં અજય માકન સામે કાર્યવાહી કરો. જો કોંગ્રેસ આમ નહીં કરે તો આમ આદમી પાર્ટી ઈન્ડિયા ગઠબંધનના તમામ ઘટક પક્ષો સાથે વાત કરશે કે તે હવે કોંગ્રેસ સાથે ગઠબંધનમાં નહીં રહી શકે.
હકીકતમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે એક ગુપ્ત સમજૂતી છે. જ્યારે લોકસભાની ચૂંટણી હોય ત્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસના વોટ કાપીને ભાજપને જીતાડી દે છે, પણ જ્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે ભાજપના ઉમેદવારો કોંગ્રેસના વોટ કાપીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડી દે છે. આ રીતે બંને પરિસ્થિતિમાં કોંગ્રેસ માર ખાય છે. આ ભેદી ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો કોંગ્રેસને દેખાતો નથી.
કોઈ પણ રીતે લોકસભાની ચૂંટણીમાં સારા દેખાવ પછી કોંગ્રેસે જે આત્મવિશ્વાસ મેળવ્યો હતો તે હવે હરિયાણા અને મહારાષ્ટ્રમાં પરાજયનો સ્વાદ ચાખ્યા પછી ડગમગી ગયો છે. લોકસભામાં ૯૯ બેઠકો જીત્યા બાદ ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસનો પ્રભાવ વધી ગયો હતો, પરંતુ હવે સ્થિતિ ઝડપથી બદલાતી જોવા મળી રહી છે. હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ પાર્ટી હવે તેના પોતાના સાથી પક્ષોના નિશાના પર છે.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનરજીએ ઈન્ડિયા એલાયન્સના નેતૃત્વ પર પોતાનો દાવો રજૂ કર્યો છે. શરદ પવાર અને લાલુ પ્રસાદ યાદવ જેવા દિગ્ગજોએ પણ દીદીના દાવાને સમર્થન આપ્યું છે. ઈવીએમ મુદ્દે સાથી પક્ષો પણ કોંગ્રેસને સલાહ આપી રહ્યા છે. નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા સલાહ આપી રહ્યા છે કે જો અમે જીતીશું તો બધું ઠીક છે અને જો અમે હારીશું તો ઈવીએમ ગુનેગારનો દંભ નહીં ચાલે. એનસીપીનાં સુપ્રિયા સુલે પણ કહી રહ્યા છે કે કોઈ પણ નક્કર પુરાવા વિના ઈવીએમ પર સવાલ ઉઠાવવો ખોટું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.