Charchapatra

પ્રાઈવેટ કંપનીના કર્મચારીને પેન્શન કેમ નથી મળતું?

નોકરીયાત માણસ અને નિવૃતિ અને તે પણ પ્રાઈવેટ કંપનીમાં તમે ગણતરી કરો તમારી 35 વર્ષની નોકરીમાં તમે ગર્વમેન્ટને લાખો રૂપીયાનો ટેક્ષ ચુકવો છો. પણ તેની સામે ગર્વમેન્ટ તમને શું આપે છે ? કાંઈ નહીં ફક્ત તમારો પ્રોવીડંટ ફંડ તમારા પૈસામાંથી કપાયેલો હોય તે અને ગર્વમેન્ટમાં નોકરી કરવાથી નિવૃતિ પછી આજીવન પેન્શન મળે છે. આતો એકજ દેશમાં એકને ગોળ અને એકને ખોળ જેવી વાત થઈ. આજે 70 ટકા લોકો પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. તો ગર્વમેન્ટ તેના ટેક્ષમાંથી કપાયેલા પૈસામાંથી 50 ટકા ટેક્ષતો પાછા આપવો જોઈએ. કાર્યકર્તા ટેક્ષ ચૂકવ્યાનો લાભ મળે. અરે કાંઈ નહીં તો આજીવન મેડીક્લેઈમ ફી કરી આપો. એમના ફેમીલી માટે. બાકી ગર્વમેન્ટ કર્મચારી નિવૃતિ આખી જીંદગી પેન્સનથી જીવન જીવી શકે છે પણ પ્રાઈવેટ નોકરીવાળાને આ અન્યાય છે. આના પર તંત્ર એ વિચારવું જોઈએ.
સુરત     – તુષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

પાણી અને માનવીનો સંબંધ
તાજેતરમાં સુરતમાં 3 અને ભરૂચના પોઈચા ખાત નર્મદાના પાણીમાં 7 વ્યકિત ડૂબી મર્યાના દુ:ખદ ઘટના બની. આવી દૂર્ઘટના વારંવાર બને છે. આજે આપણે પાણી અને માનવ જીવન અંગે વાત કરવી છે. ધર્મશાસ્ત્રો એમ જણાવે છે કે ભગવાને યાને કૂદરતે માનવીની ઉત્પતિ સીધે સીધી માનવરૂપે કરી છે. જ્યારે વિજ્ઞાન અને વિજ્ઞાનીઓ એમ કહે છે કે સમગ્ર સૃષ્ટિની સાથે માનવીની ઉત્પતિ પણ સમુદ્રના ખારા પાણીમાંથી જ થઈછે. એના પુરાવા એ છે કે દરેક માનવીને પાણીનું અગાઢ આકર્ષણ યાને અદ્દભુત ખેંચાણ રહે છે.

માનવ શરીરના બંધારણમાં પાણીની માત્રા 70 ટકાથી વધુ છે. માનવી જ્યારે ત્યારે જે આંસુ નીકળે છે તેનો સ્વાદ સમુદ્રી જલ જેવો જ ખારો હોય છે. માનવીની ઉત્પતિ પાણીમાંથી થઈ છે એનો આ પુરાવો છે. એમાંયે મુખ્યત્વે જલ અર્થાત પાણી છે. માનવીની ઉત્પતિ પાણીમાંથી જ થઈ હોવા છતાં લાખો કરોડો વર્ષના કાળક્રમે એ તરવાનું ભુલી ગયો છે. છતાં એને પાણીનું અગાઢ આકર્ષણ જેમનું તેમ છે. અમાપ પાણી જોઈને એનું મન નહાવાનું એને ગમે છે. પાણી એનેઅજબ રીતે આકર્ષે છે !
સુરત     – જિતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top