કોઈ પણ વ્યકિતને ભક્તિ /બે હાથ જોડીને પગે પડતા જોયા પછી મનમાં એવો વિચાર આવે કે આંખો કેમ બંધ કરી દેવામાં આવે છે? મારી અંગત માન્યતા મુજબ આંખો બંધ કરવાથી ભક્તિ કે પગે લાગવાથી બીજા વિચારો મનમાં પ્રવેશી શકતા નથી. કદાચ એવું હોઇ શકે.ભક્તિ ખુલ્લી આંખોથી કરવાની જરૂર છે કે જેથી ખબર પડે કે અંધ ભક્તિ તો નથી કરી રહ્યાં ને.આપણા દેશની પરિસ્થિતિ આજે અંધભક્તિ જેવી છે. કોઈ પણ સમસ્યાનો ઉકેલ આંખો ખુલ્લી રાખીને જ થઈ શકે. કોઈ દુશ્મન દેશ પર ચઢાઈ કરે ત્યારે તેનો પ્રતિકાર કરવા માટે આંખો ખુલ્લી રાખીને થઈ શકે.
હાલના સંજોગોમાં દેશમાં અનેક સમસ્યાઓ જેવી કે મોંઘવારી, બેકારી, ગરીબી,અત્યાચાર, અન્યાય, ભેદભાવ ,કોમવાદ, અસ્પૃશ્યતા વગેરે ઓછા કરવા માટે ખુલ્લી આંખો રાખીને દૂર કરવા કટિબધ્ધ થવાની જરૂર છે. જ્યારે મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિર પર ચઢાઈ કરી ત્યારે કેમ બચાવી શકયા નહોતા? આજે આખો દેશ ભક્તિ કરવા પાછળ ગાંડો થયો છે પણ એવું નથી વિચારતાં કે ગામડે, ગામડે સરકારી શાળા, હોસ્પિટલ, પુસ્તકાલય, પાયાની સુવિધા શરૂ થાય. યાદ રહે ભજન કરવાથી ભોજન નહીં મળે, તે રીતે ભક્તિ કરવાથી શક્તિ નહીં આવે. આટલું જો દરેક માનવીની સમજણમાં આવી જાય તો ખોટી અંધ ભક્તિ કરવાનું બંધ થઈ જાય, કમસે કમ ઓછું તો થાય.
સુરત – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.