Entertainment

બોલિવુડની ‘પૂજા’ અધુરી કેમ?

પૂજા હેગડેનાં નામમાં ‘પૂજા’ છે પણ લાગે છે કે અધૂરી છે બાકી તે એક સોરી અભિનેત્રી છે યંગ છે બ્યુટીફુલ છે તો પણ હિન્દીમાં ઓછી સાઉથની ઝાઝી ફિલ્મ કેમ કરવી પડે છે? હિન્દી ફિલ્મોવાળાઓને તે ‘મોહેં જો દરો’ યુગ જેટલી જૂની કે લાગે છે? થા છે કે એક ખોટી શરૂઆતનું નુકશાન તે આજ સુધી ભરી રહી છે. અલબત્ત તેણે કારકિર્દીની શરૂઆત સાઉથની ફિલ્મથી જ કરી હતી અને ત્યાંના કામના આધારે આશુતોષ ગોવારીકર તેની અત્યંત મહત્વાકાંક્ષી ફિલ્મમાં ઋતિક રોશન સાથે પૂજાને હીરોઇન બનાવી હતી. મહત્વાકાંક્ષી ફિલ્મો નિષ્ફળ જાય તો ઘણાને નુકશના થતા હોય છે કારણ કે તે ફિલ્મમાં કાંઇ જબરદસ્ત કરી દેખાડશે. એવી આશા હોય અને બને તેનાથી ઉલટું પૂજા યું હી માર ખાય ગઇ અને ત્યાર પછી તેનો મેળ પડતો નથી તો નથી પડતો. હમણાં 13 ઓકટોબરે 34 વર્ષની થયેલ પૂજા 2010ની મિસ યુનિવર્સ ઇન્ડિયાની રનરઅપ રહેલી. મતલબ કે જરાક માટે ચુકી જવાનું તેના નસીબમાં છે. પણ તેથી તે પાછી પડે એવી ય નથી. મુંબઇમાં તુલુ બોલતાં કુટુંબમાં જન્મેલી પૂજા મૂળ કર્ણાટકના ઉડીપીની છે. તે મસ્ત રીતે તુલુ બોલે, હિન્દી તોલે, મરાઠી બોલે અને ઇગ્લિશ બોલ. સમજો કે બધી રીતે તૈયાર છે પણ હમણાં તેલુંગુ -તમિલ ફિલ્મોમાં જ વધારે કામ કરે છે. હિન્દીની સમાંતરે તે આ ભાષાની ફિલ્મો સંભાળે છે અરે, ‘મોહેં-જો-દરો’ વખતે તેને મણી રત્નમની ફિલ્મ મળી રહી હતી પણ તેણે નકારી કાઢેલી પણ એવા અફસોસને હવે વિચારવાથી કાંઇ મળે તેમ નથી. હિન્દીમાં તે ‘હાઉસફૂલ-4’માં આવી ત્યારે પહેલી ફિલ્મવાળો વટ ગુમાવી ચુકી હતી. જો કે પછી રોહિત શેટ્ટીએ તેને ‘સરકસ’માં રણવીર સીંધ સાથે લીધી પણ એ ફિલ્મ તો રોહિતની એકમાત્ર નિષ્ફળ ફિલ્મમાં સ્થાન પામી ગઇ. ફિલ્મવાળાઓ તરત જ પૂજાને બાજુ પર કરી એ શક્ય હતું પણ સલમાનખાનની ‘કિસી કી ભાઇ કિસી કી જાન’ આવી અને તે તમિલ ભાષાની ‘વીરઝા’ની રિમેક હતી. મૂળ ફિલ્મમાં તમન્ના ભાટિયા હતી ને આમાં પૂજા. પરંતુ આ ફિલ્મમાં પણ જાન નહોતી પૂજા વારંવાર ઉભી થવાના પ્રયત્નમાં વારંવાર પડી છે. પરંતુ પૂજા હજુ પણ ઉભી છે. તેની પાસે અત્યારે શાહીદ કપૂર સાથેની‘દેવા’ છે. જો 14મી ફેબ્રુઆરીએ રજૂ થવા માટે તૈયાર છે. તેની પાસે અહાન શેટ્ટી સાથેની ‘સનકી’ પણ છે આ બે ફિલ્મો કમાલ કરે છે કે નહીં તેની તે રાહ જોઇ રહી છે. બાકી સાઉથની બહુ મોટી ફિલ્મ ‘થલપત્તી -69’ છે. જેમાં જોસેફ વિજય અને બોબી દેઓલ છે. ‘સૂરીયા 44’ છે જેમાં સૂરીયા છે. પૂજાને અપેક્ષા છે કે સાઉથમાં મળતા પ્રેક્ષકો તેની હિન્દી ફિલ્મોને મળે. ફિલ્મ સ્ટાર્સની કારકિર્દી ગમે ત્યારે વધુ સારી કે વધુ ખરાબ બની શકતી હોય છે. પૂજા વધુ સારી કારકિર્દી આશા રાખે છે. કારણ કે તેણે તે માટે પૂરતી મહેનત કરી છે. •

Most Popular

To Top