Charchapatra

સુરતને અન્યાય કેમ?

સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો છે. પણ ફલાઈટની કનેકટીવીટી શું જયાં છે ત્યાં જ ફકત બે ઇન્ટરનેશન ફલાઈટ અને ફુલ 30 ફલાઈટ દરરોજની 83 લાખની વસ્તી અને ભારતમાં નવમું નંબરનું વસ્તીમાં નામ અને વિકસિત શહેરમાં નં. 1 આજે ઇન્દોરની 34 લાખની વસ્તીમાં 80 ફલાઈટ દરરોજ આવે છે તો સુરત સાથે અન્યાય કેમ? સુરતને સીંગાપોર-મલેશિયા-મોરેશિયસ-વિયેટનામ, બેંગકોક કેનેડાની ફલાઈટ આપો. સુરત તમને નિરાશ નહીં કરે અને સુરતને મુંબઇ, તીરુપતિ શીરડી, ગિર-સોમનાથ-દ્વારકાની ફલાઈટ શરૂ કરાવો. દસ લાખ લોકો વર્ષે આ જગ્યા પર અવારનવાર જાય છે. સુરતને એક આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમની જરૂર છે. ક્રિકેટરસિયા સુરતમાં એટલા છે કે એક લાખની કેપેસીટીવાળું સ્ટેડિયમ પણ નાનું પડે. સુરતીઓ માટે પણ કેમ કોઇ વિચારતું નથી. સુરત આજે દરિયાઈ પટ્ટી પર આવેલું અવ્વલ દરજ્જાનું શહેર છે તો ડુમસ-ઉભરાટ-દાંડી-હજીરા પર સુવાલીના દરિયાને આધુનિક રૂપ આપીને પર્યટન વધારો ફકત કાગળ પર વાત સાંભળવા મળે છે. 5 વર્ષથી પણ કામ કંઇ થતું નથી. સુરતને માન સન્માન આપો. સુરત તમને ખોબો ભરીને વોટ આપે છે.
સુરત     – તુષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

રાજકારણીની લડાઈમાં પ્રજાનો ખો નીકળે
ભારતમાં રેલવે અને સેનાને છોડીને વકફ  બોર્ડ પાસે ત્રીજા નંબરની સંપત્તિ છે; 8,72,292 મિલકતો 8 લાખ એકરમાં ફેલાયેલી છે. આ મિલકતોમાંથી બોર્ડને વર્ષે ફક્ત 200 કરોડ રૂ. ની આવક થાય છે જે વાસ્તવમાં 1200 કરોડ થવી જોઈએ. મહંમદ સાહેબના સમયથી આ પ્રથા ચાલતી આવે છે. આનો વિનિયોગ ગરીબ અને યતીમ બાળકો, વિધવા અને તલાકસુદા સ્ત્રીઓના કલ્યાણ માટે હતો.

પરંતુ આ હેતુ બર આવતો જણાતો નથી. આવું કહેનાર રૂબિકા લિયાકત છે. મૌલાના આઝાદ યુનિવર્સિટીના પૂર્વ ચેનસેલર ઝફર સરેશવાલા છે. લેખક હસન સરૂર છે જેઓ તો ત્યાં સુધી કહે છે, “ભાડમાં જાય સેક્યુલરીઝમ. આવો, હિન્દુ લોકશાહીને એક તક આપીએ”. એમનો પ્રસ્તાવ છે કે, રાજ્યમાં અને કેન્દ્રમાં વક્ફ બોર્ડમાં બબ્બે મહિલાઓ હોવી જોઈએ. અનેક મુસ્લિમ વિદ્વાનો વક્ફ બોર્ડમાં આવનાર પરિવર્તનને સ્વીકારે છે. આવા સંજોગોમાં વિપક્ષોને તમાશો કરવાનું સૂઝે છે. અસદુદ્દીન ઔવૈસી કે ઓમર અબ્દુલ્લા યા મહેબૂબા મુફ્તીનો વિરોધ સમજી શકે એમ છે પરંતુ ભારત વિરોધી તમામ પ્રવૃત્તિઓના અગ્રણી અખિલેશ યાદવ તરત તૂટી પડ્યા કે બી.જે.પી. વક્ફ બોર્ડ એક્ટ લાવી ખોટું કરી રહેલ છે. વિધિની વક્રતા એ છે કે, ખુદ મુસ્લિમ વિદ્વાનો આ બિલને આવકારે છે. આવું જ 370 વખતે અને ત્રિપલ તલાક વેળા થયું હતું. જો કે, કોઈનું કશું ચાલતું નથી અને ધીરે ધીરે બધું થાળે પડી જાય છે એ અલગ વાત છે. કે તેઓ માટે રાજકારણ કેવળ એક રમત છે? રાજકારણી આખલાઓની લડાઈમાં પ્રજાનો ખો નીકળી જાય છે. વિરોધ કરવા જેવો હોય ત્યાં જરૂર કરવો. પરંતુ દેખીતી રીતે ઉઘાડા પડી જવાનો શો અર્થ?
બારડોલી          – વિરલ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top