Charchapatra

જુની પેન્શન યોજના માટે ગુજરાતને અન્યાય કેમ

જુની પેન્શન યોજના શરૂ કરવા માટે કર્મચારીએ છ સપ્તાહનું અલ્ટીમેટમ આપ્યું છે. એવા સમાચાર જાણવા મળ્યા પરંતુ કેહવાનું તાત્પર્ય એ છે કે પંજાબ અને રાજસ્થાન સરકારે આ યોજના શરૂ કરી છે તો ગુજરાતના કર્મચારી અન્યાય શા માટે જો ફકત પાંચ વરસ સેવા કરવાના શપથ લઇ આખી જિંદગી પેન્શન લેનારા વિદ્યાપકો આ બાબતે કેમ કંઇ ટીપ્પણી કરતા નથી? ઉમકે એમને તો પેન્શન યોજના તો લાભ મળે જ છે. તો સેવા માટે જે શપથ લે છે તેમાં આ અન્યાય માટે પણ કંઇક કરવું જોઇએ. એ એમની ફરજમાં આવે છે. અમે પંજાબમાં વિરોધપક્ષ એ આ યોજના ચાલુ કરી એટલે ઉદાર ગુજરાતમાં આ યોજનાથી કર્મચારીને વંચિત રાખવામાં આવ્યું છે. એવું લાગી રહ્યું છે. પચ્ચીસ પચ્ચીસ વરસ કામ કરીને નિવૃત્ત પરંતુ પણ કર્મચારીને જીવન નિવાર માટે હાથ ફેલાવવાનો આવે તે અયોગ્ય ચે. માટે હવે તો ચૂંટણી પણ નજીક છે. તો આ જુની પેન્શન યોજના સત્વરે ચાલુ કરવા સરકારે વિચારવું જોઇએ.
સુરત     – કલ્પના વૈદ્ય- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ઘટમાં તોય વટમાં
છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં શિક્ષણની માઠી દશા બેઠી છે. સરકારી અને ગ્રાન્ટેબલ શાળાઓમાં હજારો શિક્ષકોની ઘટ છે એવા સમાચારો વારંવાર આવે છે. એક તરફ બેરોજગારી છે અને બીજી તરફ શાળાઓમાં તથા સરકારી કચેરીઓમાં ખાલી જગ્યાઓ ભરાતી નથી. જે દેશમાં કે રાજ્યમાં શિક્ષણની સિસ્ટમ અસ્તવ્યસ્ત હોય તે દેશની પ્રગતિ કઈ રીતે શક્ય બને? દુનિયાની પાંચમા નંબરની અર્થવ્યવસ્થાની નાણાંકીય સિદ્ધિ હાંસલ કરી લઈએ એટલું પૂરતું છે? અધ..ધ..ધ.. દેવું અને વિકાસની પીપૂડી વચ્ચે કોઈ તાલમેળ કઈ રીતે બેસતો હશે એ બાબત સામાન્ય માણસની સમજ બહાર છે. 

ક્યાં શું ચાલી રહ્યું છે, કેમ ચાલી રહ્યું છે કે ચલાવાઈ રહ્યું છે તેની સામાન્ય જનને કશી સમજ પડતી નથી. શિક્ષણ જેવી અગત્યની બાબતને અવગણીને  રામરાજ્યની વાતો કરવી કેટલી હાસ્યાસ્પદ લાગે છે. શિક્ષણનો અધિકાર અધિનિયમ એવું સૂચવે છે કે, દરેક બાળકને નજીકની શાળામાં મફત અને ફરજીયાત પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરવાનો  અધિકાર છે. ફરજીયાત શિક્ષણ એટલે ૬ થી ૧૪ વર્ષનાં તમામ બાળકોને શાળામાં દાખલ કરાવવાં, તેનું સ્થાયીકરણ અને પ્રારંભિક શિક્ષણ  પૂર્ણ કરાવવાની જવાબદારી સરકારની રહે છે.

આઝાદીનાં 76 વર્ષ પછી પણ શું સરકાર આ જવાબદારી પૂરી કરી શકી છે ખરી? વધતી વિદ્યાર્થી સંખ્યા સામે ગ્રાન્ટેબલ સ્કૂલોની ઘટતી સંખ્યા અને ખાનગી સ્કૂલોની વધતી સંખ્યા એ પ્રગતિની નિશાની છે.  વળી જે સરકારી કે ગ્રાન્ટેબલ સ્કૂલો બચી છે તેમાં શિક્ષકોની ઘટ વચ્ચે સરકાર વટથી વિકાસનાં ગીત ગાય છે. ક્યાંક ક્યાંક કોન્ટ્રાકટ પદ્ધતિથી શિક્ષકોની નિમણૂક કરાય છે. ગરીબ- મધ્યમ વર્ગનાં બાળકોની આથી મોટી કમનસીબી કઈ હોઈ શકે?
સુરત     – સુનીલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top