Business

જાણકારી અને સલાહ આપવા માટે નિષ્ફળ કેમ?

પ્રથમદર્શીય જણાય છે કે, ભારતના અમલદારો, સલાહકારો, તજજ્ઞો, વિદેશી કચેરીઓના અધિકારીઓ ભારતના વડા પ્રધાન કે ભારતીય સૈન્ય દળના સુપ્રિમ કમાન્ડર રાષ્ટ્રપતિને ભારતીય સૈન્ય દળના ભૂતપૂર્વ વડા જનરલ એમ.એમ. નરવાજો (નિવૃત્ત) ના પુસ્તક ‘ફોર સ્ટાર્સ ઓફ ડેરિટની’ની મુદ્દલ પહેલાંની નકલો વિદેશોમાં ફરવા લાગી તે જાણકારી તથા સલાહ આપવામાં નિષ્ફળ ગયા છે. એમ લાગે છે કે તેઓએ જનરલ નરવાણેના પુસ્તકની પીડીએફ નકલ જોઈ પણ નથી અને જોઈ હોય તો વાંચી પણ નથી. તેઓ પોતાની ફરજ અને જવાબદારી ત્વરિત રીતે બજાવવામાં બેદરકારી દાખવી છે અને ઊંઘતા ઝડપાયા છે.

સિવાય કે આવી બાબત આવી સંવેદનશીલ બાબત તેમના હોદા્ની કાર્યસૂચિમાં આવતી ન હોય ભારતની રાષ્ટ્રીય ટી.વી. ચેનલો પણ લોકસભાના નેતા પ્રતિપક્ષ દ્વારા આ પુસ્તકની નકલ અંગે ધ્યાન દોરાયું તે પહેલાં આ હકીકત બહાર લાવવામાં નિષ્ફળ નિવડી છે. નેતા પ્રતિપક્ષના “ફોર સ્ટાર્સ ઓફ ડેરિટની” પ્રતના ઘટસ્ફોટને આશીર્વાદ સમાન ગણી સરકારે ફરી વાર બેદરકારીનું પુનરાવર્તન ન થાય તે માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (એસ.ઓ.પી.) બનાવી સંવેદનશીલ હોદ્દાઓ પર કામ કરી ચૂકેલા નાગરિકો અધિકારીઓનાં પુસ્તકો અંગે પ્રકાશન પહેલાં સમયસરની માહિતી સરકારને પહોંચે તેવી ગોઠવણ થવી જોઈએ.

જરૂર પડે તો સંવેદનશીલ હોદ્દો ધારણ કરનાર વ્યક્તિના પુસ્તકના મુદ્રક પ્રકાશક અને પ્રકાશન અંગે કાયદામાં સુધારા થવા જોઈએ અને વિદેશમાં કામ કરતાં ભારતીય અધિકારીઓ અધિકારીઓની જવાબદારી અને કાર્યસૂચિમાં સુધારા થવા જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજે હીરાભાઈને સજા કરવાને બદલે રાયગઢ કિલ્લામાં ગેરકાયદે પ્રવેશનાં છિદ્રો પૂરતો બુરજ બનાવી તેનું નામ ‘હીરાકણી બુરજ’ રાખેલ. સંવેદનશીલ હોદ્દાઓ પસાર કરનારનાં પુસ્તકોના પ્રકાશન માટે નવી પ્રમાણિત કાર્યપધ્ધતિનું નામ ‘જનરલ નરવાલે’ના નામથી રાખી શકાય?
અમદાવાદ         – કુમારેશ ત્રિવેદી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top