ભારતના પૂર્વિય રાજય નાગાલેન્ડમાં એક અત્યંત કરૂણ દુ:ખદાયક અને ધૃણાસ્પદ ઘટના બની ગઇ છે. નાગાલેન્ડમાં મજૂરોને લઇ જતા વાહન ઉપર ત્યાંના અર્ધલશ્કરી દળોએ, ધડાધડ, વિચાર્યા વગર ગોળીબાર કરતાં વિસેક નિર્દોષ મજૂરોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. વાહનમાં બેઠેલાઓને ત્રાસવાદી સમજીને ગોળીબારો શરૂ કરી દીધા હતા. એ વાહનમાં બેઠેલા લોકો, ત્રાસવાદીઓ હોત તો એમના હાથમાં બંદૂક, રાયફલ કે બીજાં ઘાતક હથિયારો હોત કે નહિ?!
ભૂમિદળના જવાનોના ગોળીબારની સામે, જો પેલા લોકો ત્રાસવાદી હોત તો, એમનાં હથિયારો વડે, એ જવાનો ઉપર વળતો હુમલો કરતે કે નહિ?! આ ભૂમિદળના આવા હિચકારા કૃત્યની સામે સવાલો તો ઘણા ઉઠે છે. ભૂમિદળના જવાનોની કદાચ આ મહાભૂલ હોઇ શકે. આ દંગલમાં એક જવાન પણ માર્યો ગયો છે. એક ખ્યાતનામ ગુંડાનું એન્કાઉન્ટર કરવા માટે પોલિસના અધિકારીઓ, કેટલું બધું સુક્ષમ આયોજન કરે છે, ભૂમિદળના જવાનોએ, જરાક પણ વ્યવારિકતા વાપરી હોત તો, વીસેક નિર્દોષ મજૂરો માર્યા ગયા ના હોત.
સુરત – બાબુભાઇ નાઇ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.