Charchapatra

બાળકો માતા-પિતા અને શિક્ષકોનું કેમ કઈ સાંભળતા નથી?

પહેલા બાળકોને શાળામાં શિક્ષકો ઠપકો આપતા કે સજા આપતા તો વાલીઓ શિક્ષકોને કઈ કહેતા નહી ઊલટું ઘરે ખબર પડે તો વાલી બીજી વાર ઠપકો આપતા હતા શાળામાં શિક્ષકનો ઠપકો પોલીસની લાઠી કરતા ઘણો સારો છે. હવે બાળકોને ના શાળામાં શિક્ષકોનો ડર લાગે છે, ના ઘરે પાછા ફરતા ડર લાગે છે, એટલા માટે સમાજમાં અસ્થિરતા વધી રહી છે, જે બાળકો શિક્ષકની વાત સાંભળતા નહોતા આજે એ જ નાની નાની વાતે હિંસક બની જાય છે. ઘણા લોકોના જીવ જાય છે અને પછી એ બાળકો પોલીસના હાથે ચડે છે અને સજા પામે છે.   જે સમાજ પોતાના ગુરુનો આદર કરતો નથી એ સમાજ ધીમે ધીમે ખલાસ થઈ જાય છે.

હવે શિક્ષકો પાસે કોઈ અધિકાર બાકી રહ્યાં નથી જો કોઈ શિક્ષક બાળકને સુધારવા પ્રયત્ન કરે તો એ ગુનો ગણાય છે પણ જ્યારે એ જ બાળક મોટું થઈને ગુનો કરે તો એને જેલમાં પણ જવું પડે છે. બાળકોના વર્તનને સુધારવામાં શિક્ષકોની ભુમિકા અત્યંત મહત્વની છે.  બાળકોના બગડવાના મુખ્ય કારણો ૬૦ ટકા દોષ મિત્રો મોબાઈલ મીડિયા ૪૦ ટકા દોષ માતાપિતાની બેદરકારી તમારો અતિ પ્રેમ અંધશ્રદ્ધા અને બેદરકારી બાળકોને બગાડે છે. બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રાખવું આપણી જવાબદારી છે જો આપણે ધ્યાન નહીં આપીશું તો હાલત હજુ વધારે ખરાબ થશે. શિક્ષક દયા બતાવી શકે છે, પોલીસ નહીં. શિક્ષકનો ઠપકો મફત છે પણ પોલીસનો માર અને સજા બહુ મોંઘી પડે છે.
સુરત     – અબ્બાસ કૌકાવાલા         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top