હાલ દુનિયામાં જે પણ યુદ્ધો ચાલી રહ્યા છે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પની દરમ્યાન ગીરી ન હોય તેવુ બન્યું નથી. ભારત પાકિસ્તાનનું યુદ્ધ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે બંધ કરાવ્યાનું કહે છે. જો એમ હોય તો હવે એમને પૂછવાનું થાય કે રશિયા યુક્રેનનું યુદ્ધ કેમ નથી અટકાવી શકતા? ઇઝરાયેલ પેલેસ્ટાઇન યુદ્ધ કેમ નથી અટકાવી શકતા? માત્ર ને માત્ર ભારતનું યુદ્ધ અટકાવ્યું એવો જશ લે છે. પરંતુ હકીકતમાં ભારત પાકિસ્તાન યુદ્ધ, પાકિસ્તાનનાં કહેવાથી અને ત્રાસવાદીઓનો સફાયો કરવાનો હેતુ સિધ્ધ થતા ભારતે યુદ્ધ વિરામ કર્યું હતું ડોનાલ્ડ ટ્રમ્પ ખોટા છે અને 25 વખતથી વધુ આવું બોલી ચૂક્યા છે.
જ્યારે ભારતનાં નરેન્દ્ર મોદી કોઈ જવાબ આપતા નથી તેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ આવું વારંમવાર વણ માંગ્યું નિવેદન આપીને ને ભારતના આત્મ સન્માનને ઠેસ પહોંચાડે છે તેમ છતાં તે પ્રશ્નો ઉભો થાય છે અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતના લોકોને. હાથે પગે હથકડી બેડી પહેરાવી પરત મોકલાવે છે અને બીજા અનેક કારણોમાં હવે ભારતની પ્રજાની બે ઇજ્જતીકરે છે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવાજ ઉઠાવવાની જરૂર છે અને તો જ ટ્રમ્પ વિવાદીત નિવેદનો આપવાનું બંધ કરશે.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.