Charchapatra

નાની નવી નોટ બધાને કેમ મળતી નથી?

દિવાળી નજદીક આવતા અનોખી ચહલપહેલ જોવા મળી રહી છે. સોનાચાંદી બજાર ભડકે બળી રહ્યું છે . આ બધામાં નાની કિંમતની ચલણની નોટ મળતી નથી. આમ તો બજારમાં છેલ્લા કેટલાય સમયથી એક રૂપિયાની બે રૂપિયાની અને પાંચ રૂપિયાની નોટ ગાયબ થઈ ગઇ છે. બજારમાં દેખાતી જ નથી.  હવે બજારમાં કઈ લેવા જઇએ તો એક બે અને પાંચ રૂપિયાનું કઈ આવતું જ નથી. હવે દિવાળી નજીક છે ત્યારે એક રૂપિયા બે રૂપિયાની નોટના બંડલના ભાવોમાં જબરદસ્ત ઉછાળો જોવામાં આવ્યો છે. આ ભાવો જોતા એક રૂપિયા અને બે રૂપિયાની નોટ હવે સામાન્ય નોટ રહી નથી એક રૂપિયાની નોટનો ભાવ પંદર ગણો વધુ વસુલાઈ રહ્યો છે.

૧૦૦ રૂપિયાના બદલે ૧૫૦૦ રૂપિયા ભાવ વસુલ કરવામાં આવી રહ્યો છે . છેલ્લા કેટલાય વરસોથી રીઝવ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક રૂપિયાની બે રૂપિયાની અને પાંચ રૂપિયાની નોટનું છાપકામ મર્યાદિત કરી દેવાતા પુરવઠો ઘટ્યો છે.  આ નાની નોટ જોઈએ એટલા પ્રમાણમાં એ પણ નવી નક્કોર નોટના બંડલો તમને જોઈએ એટલી કાળાબજારમાં મળી આવે છે બસ તમને તમારા ખિસ્સામાંથી ૧૫૦૦ રૂપિયા ઢીલા કરવા પડશે. બેંકમાંથી નોટ બે નંબરમાં ઓળખીતા અને ફાટેલી નોટનો વેપાર કરનારા પાસે તગડુ કમિશન લઇ પહોંચતી કરવામાં આવે છે. નવી નોટ જો વાર તહેવારે આપી શકતી ના હોય તો આટલી બધી બેંકો આપણા શું કામની? આજે વરસોથી આમ ને આમ ચાલ્યા કરે છે તો એના માટે જવાબદાર કોણ?
સુરત      – અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

દશા અને દિશા
ઘટમાળ જ છે આવી પડેલ પરિસ્થિતિને અનુકૂળ થવાના પ્રયત્નો, અનુકૂળતા માટેની તત્પરતા જીવન સરળ બનાવે છે. આપણા શહેરની કેટલીક હોસ્પિટલોએ દવાનું દર્દીને વિતરણ બંધ કરી દીધું! ડોક્ટરે લખેલ દવા ઉપલબ્ધ જ નથી. સિનિયર સીટીઝન દર્દીઓ પાસે માણસ હોતાં નથી. દિવાળી બારણે ટકોરા કરે છે, તેવા સમયે દર્દીને ખાટલા પાસે દવા મળી રહે એ અતિ આવશ્યક પરિસ્થિતિ. શેરીના છોકરાં પાસે દવા મંગાવવાની વાત અરુચિકર. ભલભલા છેતરાઇ જાય તો શેરીના છોકરાની શી વાત? આજકાલ બાળકના સીરપનું લફરું ઓછું છે? કેટલાંય નિર્દોષ માર્યા ગયાં. જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતાં અપંગ-માંદા દર્દીનું વિચારો, સારા થવાનું સ્વપ્નું કોઇનું રોળાઇ ન જાય, ઘટતી વ્યવસ્થા અચૂક કરો, જોખમ ટાળો, જિંદગી બચાવો.
          – કુમુદભાઇ  બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top