Charchapatra

પાણીનો ભરાવો કેમ થાય છે?

સુરત જેવા આધુનિક સગવડો ધરાવતા શહેરોમાં 2/3 ઈંચ વરસાદ એકધારો પડે એટલે રસ્તાઓ ઉપર ઠેર-ઠેર પાણીનો ભરાવો થાય છે.જેના કારણે લોકોને અને વાહન વ્યવહારને અનેક મુસીબતો વેઠવી પડે છે. આપણાં હાલના શાસકો શહેરની પાયાની સુવિધાઓ ઉપર ધ્યાન આપવાને બદલે લાલી-લીપસ્ટીક-ફેશક્રીમ જેવા સુંદરતા વધારતા અને દેખાડતા કામો ઉપર જ ધ્યાન આપે છે. આપણાં શહેરમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા છે જ નહીં. સ્ટોર્મ વોટર ડ્રેનેજ બનાવાઈ છે. પરંતુ એના જાળીયા મોટાભાગે જમીન લેવલથી 2/3 ઈંચ ઊંચા રખાય છે. પાણીના સરળ નિકાલ માટે પહેલા રસ્તાની બંને સાઈડે રસ્તા લેવલથી 2 ઈંચ નીચી સુપડી બનાવાતી હતી જે હવે ક્યાંય દેખાતી નથી.

રોડ લેવલીંગનું ક્યાંય ઠેકાણું નથી. ઘણી જગ્યાએ દુકાનો અને મકાનોના તળ કરતા રસ્તાનું લેવલ ઉંચુ થઈ ગયું છે. ભારે વરસાદની આગાહીના 5/6 કલાક પહેલાં દરેક ઝોનમાં સફાઈ કામદારોની ટીમો ઉતારી ફૂટપાથો પર કે રસ્તે પડેલાં પાટિયાં પૂંઠા તૂટેલી ચપ્પલો- પ્લાથેલીઓ -ઝાડની કાપેલી ડાળીઓ-થર્મોકોલ-શાકભાજી માર્કેટો પાસે રસ્તે છોડી દેવાયેલા સડેલા શાકભાજીના ઢગલાં રસ્તે ફેંકાયેલા કપડાંના ડૂચા વિ શોધી શોધીને દૂર કરાવા જોઈએ જે કામ થતું નથી આ બધી વસ્તુઓ ભારે વરસાદમાં પાણીના પ્રવાહમાં ઢસડાઈને સ્ટોર્મ ડ્રેનેજના જાળીયા ઉપર જમા થઈ પાણીના ઝડપી નિકાલને અવરોધે છે. આ સિવાય અમેરિકી કોટન વૃક્ષના મકાઈ જેવા ડૂંડલા ભારે વરસાદ મા ખરી પડી પાણીમાં ઢસડાય છે. આ બધુ ભારે વરસાદ પહેલા રોડ રસ્તા પરથી દુર કરવું ખૂબ જરૂરી છે. સુ-મ્યુ. કોર્પો. ધ્યાન આપશે? સુરત     – જિતેન્દ્ર પાનવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top