Charchapatra

મહિલાઓ કેમ ગુમ થાય છે?

ધ કેરલ સ્ટોરી હિન્દી બોલીવુડની ફિલ્મમાં 32 હજાર મહિલાઓની ગૂમ થવાની વાત સહિતની સ્ટોરી લઇને રૂપેરી પરદે આવી છે. આ ફિલ્મને એડલ્ટ ફિલ્મનું સર્ટી. કેમ ન મળ્યું ? તે પણ એક ચર્ચાનો વિષય છે કેમ કે એમાં જે દ્રશ્યો બતાવવામાં આવે છે તે કૂમળા બાળકો અને ટીન એજર્સ પર ખૂબ જ ખરાબ અસર પાડનાર છે. કોઇ મનઘડત નહીં પણ નેશનલ ક્રાઇમ રેકોર્ડસના ડેટા અનુસાર 2016માં 7105, 2017માં 7712, 2018માં 9246 અને 2019 માં 9268 એમ પાંચ વર્ષમાં કુલ 41,621 મહિલાઓ ગૂમ થઇ છે. સને 2019-20માં અમદાવાદ અને વડોદરામાંથી 4722 મહિલાઓ ગૂમ થવાનું નોંધાયું છે. મોટા ભાગની મહિલાઓ પોતાના જીવનથી સંતોષ પામનાર નથી કોમી, તેને અનેકો અભાવો તેની આસપાસમાં વર્તાય છે. જે કાલ્પનીક પણ હોય શકે અને વાત્સવિક પણ હોય શકે. પણ… આવી મહિલાઓ ઝડપથી વિજાતીયની વાતમાં આવી જાય છે અને ત્યાર પછી ઘણું વધી થાય છે. હિન્દુ યુવતીઓ અને મહિલાઓ સાથે ઘણું બધુ થવાથી માંડીને ગૂમ થવાના કિસ્સાઓ બને છે.
સુરત – પરેશ ભાટિયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વાહન પાર્કીગ સમસ્યા અને નિવારણ
સમૃદ્ધ થતાં સુરત શહેરની વસ્તીમાં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે, જે સુરત શહેરની છેલ્લાં દસ વર્ષોમાં થયેલી વિકાસ યાત્રા દર્શાવે છે. આ વસ્તી વધારાના કારણે શહેરમાં સ્કૂટર/મોટરની સંખ્યામાં પુષ્કળ વધારો થઈ રહ્યો છે પરંતુ શહેર વિસ્તારમાં વાહન પાર્કીગ સમસ્યા અત્યંત જટીલ પ્રશ્ન થઈ ગયો છે. આ સમસ્યાના નિવારણરૂપે કેટલાંક સૂચનો પાઠવું છું. – ચોકથી સ્ટેશન વિસ્તારમાં વધુને વધુ યોગ્ય જગાએ PAY AND PARK સુવિદ્યા, શહેરીજનો માટે ઉપલબ્ધ કરો. – Electric વાહનો માટે Special Free Parking ઝોન રાખો, આને કારણે પ્રજાજનો Electric વાહનો લેવા તરફ પ્રેરાશે. – PAY AND PARK સુવિદ્યા અંગે જરૂરી જાહેરાત બોર્ડ પણ રોડની શરૂઆતમાં Display કરો. – ખાસ કરીને સુરતનાં ભૂલેશ્વર બજાર એટલે કે ચૌટાપૂલ પર PAY AND PARK સુવિદ્યા જે બસ સ્ટેન્ડ પાસે છે ત્યાં મલ્ટીલેવલ પાર્કીગ જો થાય તો, પાર્કીગ Problem માં પ્રજાજનો રાહત અનુભવસે અને S.M.C.ને આવક થશે. – સીટીબસનો પ્રજાજનો વધુમાં વધુ ઉપયોગ કરે, જેથી MASS ટ્રાન્સપોર્ટ ને પણ વેગ મળશે અને આ સીટી બસોની સુવિદ્યા સુરતમાં ઘણી જ સારી છે.
સુરત – દિપક બી. દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top