Comments

આપણે શા માટે મત આપીએ છીએ?

આપણે શા માટે મત આપીએ છીએ? પંજાબ, મણિપુર, ગોવા, ઉત્તરા ખંડ અને અલબત્ત, ઉત્તર પ્રદેશની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામો તરફ આપણે જઇ રહ્યા છીએ ત્યારે આ પ્રશ્નનો વિચાર કરવો જોઇએ. એક રાષ્ટ્ર તરીકે આ પરિણામ આપણા માટે મહત્ત્વનાં છે. જે કોઇ પક્ષ ચૂંટણી જીતે છે તે રાષ્ટ્રને ટેકો આપે છે. ભારતીય જનતા પક્ષ મારી ધારણા મુજબ સાંકડી બહુમતીથી પણ ઉત્તર પ્રદેશમાં જીતે તો છેલ્લાં આઠ વર્ષમાં થયું તે જ પાછું થવાનું છે. ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પક્ષ હારે તો કંઇક પરિવર્તન આવે.

ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પક્ષ હારે તો સરકાર જે રીતે કામ કરે છે તે રીતે ૨૦૨૪ સુધી તે કામ નહીં કરી શકે માટે અહીં પક્ષો અને ચૂંટણીઓની વાત નથી કરવી પણ મતની અને મતદારો શા માટે પોતે જે રીતે મત આપે છે તે રીતે મત આપે છે તેની વાત છે. મતદાનની એક સામાન્ય તરાહ એ છે કે મતદાનને ‘શાસન વિરોધી’ ના શબ્દાર્થમાં સમજવામાં આવે છે. અમેરિકામાં આવું નથી. ત્યાં શાસકોને તેમના હરીફો કરતાં 8% વધુ મત મળ્યા હોય છે. મતલબ કે શાસક હોવાનો ગણનાપાત્ર લાભ ત્યાં મળે છે. અમેરિકાના પ્રમુખની ૧૯૪૨ થી ૨૦૦૦ સુધીની ચૂંટણીનો અભ્યાસ કરનાર મેસેચ્યુસેટસ્‌ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીએ આ તારણ કાઢયું છે. આ લાભ મળવાનું કારણ એ છે કે એક વાર કોઇ ચૂંટાય છે પછી તે પોતાના શાસનકાળનો ઉપયોગ મતદારોને લાભ આપવા માટે કરે છે જેના બદલામાં મતદારો તેને ફરી મત આપે છે.

ભારતમાં સરકારનું કદ નાનું છે અને આ બધું કરવા માટે સંસાધનો નથી. આથી જે પક્ષો સત્તા પર આવે છે તેઓ સામાન્ય રીતે મતદારોનાં જીવન પર ગણનાપાત્ર પરિવર્તન લાવવામાં નિષ્ફળ જાય છે. આથી સત્તા પર પાંચ વર્ષ ગાળનાર શાસક પક્ષને વિરોધી લાગણીનો સામનો કરવો પડે છે. આમ છતાં કેટલાંક રાજયોમાં કેટલાક પક્ષો દાયકાઓથી સત્તા પર છે. એ બતાવે છે કે કંઇક બીજું જ ચાલી રહ્યું છે. આપણે ઓળખતાં રાજકારણને  મત આપીએ છીએ. આ અસાધારણ નથી પણ આપણે ત્યાં તેનું પ્રમાણ વધુ છે. ધર્મ અને જ્ઞાતિ આપણામાંથી ઘણા લોકો માટે મુખ્ય પરિબળ છે. મતલબ કે આપણે ધર્મ અને જ્ઞાતિને ટેકો આપવા મત આપીએ છીએ. તેને સરકાર સાથે શું લેવાદેવા? ખાસ કંઇ નહીં!

પણ વિચારો કે આપણામાંના સૌથી વધુ નહીં પણ ઘણા મતદારો સમજે છે કે સત્તા પર રહેલા પક્ષને કારણે આપણાં જીવનમાં બહુ ઓછો ફેરફાર થશે. આ વાસ્તવિકતા છે. મોટા ભાગના ભારતીયો ગરીબ છે અને ગરીબીમાં મરશે. હવે પછીના મુખ્ય પ્રધાનને કારણે તેમનાં બાળકોને સરકારી શાળામાં મળે છે તેનાથી વધુ સારું શિક્ષણ નહીં મળે. ઉચ્ચતર શિક્ષણ માટેની તેમની પહોંચ બંધ થઇ જશે. સ્થાનિક આરોગ્ય કેન્દ્ર (હોય તો)માં  સારવાર મળે કે સરકારી હોસ્પિટલમાં જે સારવાર તેમને મળે છે તેમાં સરકાર બદલાવાથી ફેરફાર નથી થવાનો. મોટાભાગના ભારતીયો કરે છે તેમ તેઓ ખેતી કે મજૂરી કરતા હોય તેઓ પોતાની આખી જિંદગી એવા જ રહેવાના છે. તેઓ પ્રોફેસરો કે વિજ્ઞાનીઓ કે કોઇ મલ્ટી નેશનલ કોર્પોરેશનોમાં ચીફ એકિઝકયુટિવ નથી બનવાના.

તેમાંથી લગભગ કોઇ એવી આશા રાખીને બેસી નહીં શકશે કે તેઓ પોતાની જિંદગીમાં આવી કોઇ સિધ્ધિ પ્રાપ્ત કરી શક્શે. મૂળભૂત રીતે રાજય તેમને પ્રગતિની કોઇ તક આપતું નથી કે તેમની પાસે એવું કોઇ સાધન નથી. બાકી શું રહ્યું? ધર્મ અને જ્ઞાતિની ઓળખ. અહીં જ સરકાર તફાવત પાડી શકે છે. મંદિરો, મૂર્તિઓ, ધિકકાર પ્રવચનો અને લઘુમતીઓને નિશાન બનાવતા કાયદાઓ જ આ રાજકારણનો ભાગ છે. તેથી જ એક કારણ એ પણ  આપણે જોઇ શકીએ છીએ કે ભારતીય જનતા પક્ષે મતદારોના જીવનમાં કઇ રીતે સુધારો લાવી શકાય તેનો વિચાર પડતો મૂકયો છે. તે અર્થતંત્રથી માંડીને રોજગારી સુધીના તમામ ક્ષેત્રો પર દેખાય છે. આથી જ ભારતીય જનતા પક્ષ રાષ્ટ્રવાદ અને ધર્મ જેવા અભૌતિક મુદ્દાઓ પર લાભ લેતો જાય છે.

આપણા લોકશાહી રાજકારણની નિરાશાજનક આકારણી છે. બહુમતી મતદારો પરિવર્તનકારક મતદાન કરે તો હું ખોટો પણ ઠરું. તાજેતરના એક હેવાલમાં જણાવાયું છે કે ઉત્તર પ્રદેશની એકંદર ઘરેલું પેદાશમાં સમાજવાદી પક્ષના શાસનમાં ૨૦૧૨-૧૭ માં વધારો થઇ તે ૬.૯૨% પર પહોંચી હતી. પણ ભારતીય જનતા પક્ષના શાસનમાં તે ૨૦૧૭ થી દર વર્ષે ૧.૯૫% જ રહે છે. આ કામગીરી કંઇ પ્રશંસનીય નથી પણ હવે થોડા જ દિવસ બાકી છે અને આ કામગીરીને જનતા વધાવી લેશે તો મને આશ્ચર્ય નહીં થાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top