Charchapatra

હિંસક પ્રાણીઓ માનવવસવાટ તરફ કેમ વળે છે?

અખબારી આલમ દ્વારા તથા ટી.વી. ન્યૂઝ ચેનલ દ્વારા અવારનવાર હિંસક પ્રાણીઓ માનવ વસવાટમાં આવી આતંક મચાવે છે, એ પ્રકારના સમાચાર જાણવા મળે છે. બિહારના એક નાનકડા ગામમાં વરૂએ આતંક મચાવ્યો, દીપડા વારંવાર અનેક ગામોમાં દેખા દે છે, અંબાજી માતાના સ્થાનકમાં રીંછે ગભરાટ ફેલાવ્યો હતો, ગિરના સાવજ પરિવાર સહિત જૂનાગઢ તરફ વિહાર કરતા જણાય છે, સુરતમાં શ્વાનનો ત્રાસ જગજાહેર છે જ! કોઈ પણ સમસ્યા હલ કરવી હોય તો એના મૂળમાં જવું પડે, કે આમ કેમ થયું? માનવીએ સ્વયંના સ્વાર્થ ખાતર જંગલો કાપી સફાચટ કરી નાંખ્યા!

માંસાહારી વન્ય પ્રાણીઓનો આહાર તૃણાહારી પ્રાણીઓ હોય છે અને તૃણાહારી પ્રાણીઓ વનસ્પતિ પર ખોરાક માટે નિર્ભર હોય છે. જંગલ કપાયા એટલે તૃણાહારી પ્રાણીઓને ખોરાક મળતો બંધ થયો અને એમની વસ્તી કદાચિત્ ઘટવા માંડી, એટલે માંસાહારી પ્રાણીઓ ખોરાકની શોધમાં માનવવસ્તી તરફ વળવા માંડ્યા! માનવીએ દખલગીરી કરવા માંડી અને હિંસક પ્રાણીઓ શિકાર કરવા માનવ વસ્તી તરફ વળવા લાગ્યા. એમના ખોરાક પર માનવીએ તરાપ મારી એટલે એમણે માનવીને સ્વયંના સ્વભાવનો પરચો બતાવી કનડવા માંડ્યુ! આડેધડ જંગલો ન કપાતે તો આ પરિસ્થિતી ન સર્જાતે.
સુરત     – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વાત ન કરી ખરી ગ્રંથે તો ગરબડ કરી
વિશ્વજન બનવા માટે વૈષ્ણવજન બનવું પડે એવા ગુજરાતી આદિકાળ નરસિંહ મહેતાના સુત્રને ઝાલી ગાંધી મહાત્મા પણ બની ગયા અને વૈષ્ણવજન ભજનનુ વજન જુનાગઢને પણ આંબી ગયું. પણ મનુસ્મૃતિ અને મહાડ સ્મૃતિ વચ્ચેનું મહાભારત પણ વૈશ્વિક બની ગયું. સત્ય એ જ ઈશ્વરના મહાત્માના સુત્રને પકડવા માટે સૂરતી મિત્રો દેવ કાં દેવ કાં કરતા કરતા દમણનાં દેવકા નાં બીચને ધમરોડતા જ રહે છે. હવે તો વિકાસને જ ચાલે તેમ ચાલવા દો બીજુ શું?
ધરમપુર  – ધીરુ મેરાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top