Charchapatra

પેન્શનધારકોમાં ભેદભાવ કેમ?

કેન્દ્ર સરકારે લાખો કેન્દ્રીય કર્મચારીઓને 8મા પગાર પંચની ભલામણને આધારે પેન્શનમાં વધારો કરશે એવી જાહેરાત કરી છે એના સંબંધિત અન્ય લાખો પેન્શનધારકોને થતો અન્યાયપૂર્ણ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કેન્દ્ર સરકાર કેટલાક લાંબા સમયથી નિરંતર કેન્દ્રીય કર્મચારીઓનાં પગાર ભથ્થાં અને પેન્શનમાં વધારો કરી રહી છે તો શું એ સિવાયના અન્ય તમામ પેન્શન ધારકો કે જેમણે સંસ્થાઓમાં વર્ષો સુધી કાર્ય કર્યા પછી પણ ખૂબ જ નાની રકમ પેન્શન રૂપે મળે છે. શું તેમને મોંઘવારી નડતી નથી? તો સરકાર અન્ય તમામ પેન્શનધારકોને પણ મોંઘવારીને ધ્યાનમાં રાખીને સંતોષકારક પેન્શન મળે તેની જોગવાઇ કરવાની જવાબદારી અને ફરજ વર્તમાન સરકારની જ છે. આગામી બજેટમાં અન્યાય સહન કરી રહેલાં પેન્શનધારકોને ન્યાય મળે એ હેતુ મીનીમમ પેન્શનની રકમ 1000 થી વધારીને 5000 સુધી કરશે એવી અપેક્ષા આશા લાખો પેન્શનધારકો કેન્દ્ર સરકાર પર ચોક્કસ રાખશે જ.
સુરત              – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સુરતને પૂર્વ અને પશ્ચિમ વિભાગ તરીકે ઓળખાણ આપો
હવે સુરતે ચારેય દિશાએ હરણફાળ પ્રગતિ કરી છે. તેથી સાથે રોજગાર અને આવાસ વધતા જયાં ખેતરો હતાં ત્યાં મોટી મોટી ઇમારતો આવી ગઇ છે. મુંબઇમાં પરા વિસ્તારનો વિકાસ થયો તેવો જ વિકાસ વરાછા-કતારગામ, અડાજણ, વેસુનો થયો છે. અત્યારે અલથાણ અને ડીંડોલીનો પણ સારો વિકાસ થયો છે. નીચે વસ્તીની ગીચતા તથા ટ્રાફિકથી સમસ્યા હોવાથી મોટા મોટા પુલો બનતા જાય છે. આવા સંજોગોમાં મુંબઇની જેમ રેલવેથી પૂર્વ બાજુ એટલે કે વરાછા વિસ્તાર અને રેલવેની પશ્ચિમ બાજુ એટલે કે અડાજણ વિસ્તારને પોતાથી ઓળખ પોસ્ટલ સુરતમાં આપવાની જરૂર છે. રેલવે માધ્યમ છે. ઘણી વાર ગુંચવાડો કયાં થાય છે? જેમકે પરવટ પાટિયા અને પાલનપુર પાટિયા. હવે પરવટ પાટિયા પૂર્વમાં આવેલું છે. આજે નહિ તો ભવિષ્યમાં પૂર્વ પશ્ચિમની અલગ ઓળખાણ આપવી જ પડશે.
સુરત     – મહેશ આઇ. ડોકટર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top