Charchapatra

ભેદભાવ શા માટે?

આપણે શાળામાં પ્રતિજ્ઞા શીખ્યા હતા. ‘બધા ભારતીયો મારાં ભાઇ બહેન છે. છતાં આજે આપણે ભૂલી ગયાં છીએ. ભારતમાં રંગભેદથી પણ વધુ ખતરનાક જાતિવાદ છે. જેની ભારતીયોને લગીરે શરમ નથી. ભારતમાં બીજા દેશોના કાળા લોકોના પ્રત્યે તો ભેદભાવ અને હિંસા આચરાય છે. ખુદ ભારતમાં પણ કાળા રંગના લોકો, ખાસ તો મહિલાઓ પ્રત્યે ધિક્કાર જોવા મળે છે. સઘળા ભારતીય પુરુષોની લગ્ન માટેની પસંદ ગોરી ચામડીની સ્ત્રી જ હોય છે. બધા ભારતીયોને ગોરા જ દેખાવું છે. એટલે ગોરા દેખાવાના ફેસક્રીમનો અબજોનો વેપાર ચાલે છે. આપણા દેશમાં કે અન્ય દેશોમાં રંગભેદ હંમેશા રહેવાનો અને રંગભેદીઓ પણ હંમેશા રહેવાના. સમાજમાં જેમ એવી સ્થિતિ સર્જી શકો છો કે ગુનાનું પ્રમાણ ઓછું થાય તે જ રીતે રંગભેદનું પ્રમાણ પણ ઘટાડી શકાય.

આજે દરેક ક્ષેત્રમાં રંગભેદ જોવા મળે છે. હું પૂછું કે શું ઘઉંવર્ણા રંગના માણસો ઉચ્ચ શિખર પ્રાપ્ત નથી કરતા? પણ એમને પછાડી દેવામાં આવે છે. શા માટે? મિત્રો જયારે પણ રંગભેદનો વિરોધ થાય ત્યારે તેને સમર્થન આપવું જોઇએ. એક વાત સમજવી જોઈએ અને સમજાવવી જોઇએ કે કંઇક ખોટું થતું હોય તો સમગ્ર વિશ્વે તેની સામે એક અવાજે બોલવું જોઇએ. રંગભેદને દૂર કરવા માટે શરૂઆત આપણાથી જ કરવી જોઇએ. તો ધીમે ધીમે રંગભેદ/જાતિભેદ નાબૂદ તો ન થઇ શકશે અશકય છે પરંતુ ઓછું થવાની શકયતા જોવા મળશે. રંગભેદને સંપૂર્ણપણે નાબૂદ કરવો અશકય છે પરંતુ આપણે પ્રયત્ન તો કરી શકીએ.
અમરોલી        પટેલ આરતી જે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top